2022માં ઘણો વ્યસ્ત રહેશે અજય દેવગન

મુંબઈઃ બોલીવુડ અભિનેતા અને નિર્માતા અજય દેવગનનું કહેવું છે કે પોતે ઘણી નવી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે એટલે એ નવા શરૂ થયેલા વર્ષ 2022માં ખૂબ જ વ્યસ્ત રહેશે. લગભગ દરરોજ એણે કામ કરવું પડશે. એક મુલાકાતમાં દેવગને કહ્યું કે ‘હું ‘રનવે 34’ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છું જે એપ્રિલમાં શરૂ થશે. તે ઉપરાંત OTT પર એક ફિલ્મ રિલીઝ થવાની છે. ‘રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ’ ફિલ્મ ફેબ્રુઆરીના અંતે કે માર્ચના આરંભમાં રિલીઝ થવાની છે. તે ઉપરાંત હું પોતે બે કે ત્રણ નવી ફિલ્મ બનાવવાનો છું. આમ, મારે આખું વર્ષ લગભગ દરરોજ કામ કરવુ પડશે.’

આ વર્ષમાં અજય દેવગનની ‘RRR’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મો રિલીઝ થવાની છે. આ બંનેમાં એણે વિશેષ ભૂમિકા કરી છે. તે ઉપરાંત ‘મૈદાન’ ફિલ્મમાં પણ એ જોવા મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]