બેટર્સ મોટા-સ્કોર કરે એ જોવા-આતુર છું: દ્રવિડ

જોહનિસબર્ગઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલથી અહીંના વોન્ડરર્સ મેદાન પર બીજી ટેસ્ટ મેચ શરૂ થશે એ પૂર્વે ભારતીય ટીમના વડા કોચ રાહુલ દ્રવિડે કહ્યું છે કે ટીમની બેટિંગ લાઈન-અપ તરફથી વધારે મોટા સ્કોર ખડા થાય એ જોવા પોતે આતુર થયા છે. એમણે એવી આશા પણ વ્યક્ત કરી છે કે બીજી અને સિરીઝની ત્રીજી તથા આખરી ટેસ્ટ મેચમાં મોટા સ્કોર કરવાની આપણા બેટર્સને તક મળશે.

ભારતીય ટીમ સેન્ચુરિયનમાંની પહેલી ટેસ્ટ મેચ 113 રનથી જીતીને સિરીઝમાં 1-0થી આગળ છે.