એલોન મસ્કે ક્રિસમસ પર કેમ પોતાને ‘ઓઝિમ્પિક સાન્ટા’ કહ્યા?

અમેરિકા: અબજોપતિ એલોન મસ્ક પણ ક્રિસમસના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. નાતાલની ઉજવણીના ભાગરૂપે મસ્કે એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં તેઓ સાન્તાક્લોઝ તરીકે જોવા મળે છે અને કેપશનમાં તેમણે પોતાને ‘ઓઝેમ્પિક સાન્ટા’ કહ્યું છે. ખરેખર આ શબ્દ ટાઇપ-2 ડાયાબિટીસની સારવાર માટે વપરાતી વજન ઘટાડવાની દવા સાથે જોડાયેલો છે.

ટેક જાયન્ટે એ પણ જાહેર કર્યું કે તેમણે ઓઝેમ્પિક જેવી જ દવા Mounjaro લીધી છે. જે ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓના લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડીને સારવાર કરે છે. યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ Mounjaro ને Zepbound બ્રાન્ડ નામથી માન્યતા આપી છે. જેનો ઉપયોગ મેદસ્વી દર્દીઓની સારવાર માટે વજન ઘટાડવાની દવા તરીકે થાય છે.11 ડિસેમ્બરના રોજ, મસ્કએ વજન ઘટાડવાની આવી દવાઓની જરૂરિયાતને સમર્થન આપતાં કહ્યું કે, ‘અમેરિકન લોકોના સ્વાસ્થ્ય, જીવનકાળ અને જીવનની ગુણવત્તા સુધારવા માટે GLP-1 દવાઓને લોકો માટે અત્યંત સસ્તું બનાવવા કરતાં વધુ અસરકારક કંઈ નથી. ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે વજન સંતુલિત રાખવા માટે ઉપયોગમાં લેવાતી કેટલીક સૌથી લોકપ્રિય GLP-1 દવાઓ ઓઝેમ્પિક, વેગોવી, મૌંજારો અને ઝેપબાઉન્ડ છે.અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સરકારી ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપિત ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)’નું નેતૃત્વ કરવા માટે એલોન મસ્કની નિમણુક કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 20મી જાન્યુઆરી, 2025ના રોજ પદ સંભાળશે.