ઇદની શુભકામના સાથે મતદાન જાગૃતિ અભિયાન

રાજકોટ: જિલ્લા વહીવટી તંત્રએ ગત ચૂંટણીમાં જ્યાં ઓછું મતદાન થયું હોય ત્યાં મતદારોને જાગૃત કરવા એક ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત આજે જસદણ વિધાનસભા મત વિસ્તારમાં મુસ્લિમ મતદારોનું જાગૃતિ અભિયાનનું હાથ ધરાયું હતું.

જસદણ ઈદગાહ મસ્જિદ ખાતે ઈદ નિમિતે વહીવટી તંત્રએ સૌ મુસ્લિમ ભાઈઓને અચૂક મતદાનના શપથ ગ્રહણ કરાવ્યા હતા. એપ્રિલમાં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભારતભરમાં વિવિધ જગ્યાઓ પર મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત જસદણ વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે પત્રિકા વિતરણ કરાયું હતું. લોકોને લોકશાહીને મજબૂત બનાવવા મત જરૂર આપવા અપીલ કરાઈ હતી.મતદાન જાગૃતિ માટે ચૂંટણી તંત્ર અવનવા પ્રયોગો કરી રહ્યું છે. લોધિકા તાલુકાના એક ગામમાં મહિલાઓનું માત્ર 20 ટકા જ મતદાન ગત ચૂંટણીમાં થયું હતું. આ વિસ્તારમાં ટ્રાન્સજેન્ડર રાગિણીને સાથે રાખીને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત શેરી નાટકો જેવા પ્રયોગો પણ મતદાન જાગૃતિ માટે થઈ રહ્યા છે.

દેવેન્દ્ર જાની ( રાજકોટ)