ઔરંગઝેબને ‘સારો માણસ’ કહેવા બદલ એકનાથ શિંદેએ અબુ આઝમી પર પ્રહાર કર્યા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સમાજવાદી પાર્ટી (SP) ના નેતા અને ધારાસભ્ય અબુ આઝમી દ્વારા ઔરંગઝેબ અંગે આપવામાં આવેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે.

 

શિંદેએ કહ્યું કે, અબુ આઝમીનું નિવેદન ખોટું છે અને તેની નિંદા થવી જોઈએ. ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને 40 દિવસ સુધી ત્રાસ આપ્યો. આવા વ્યક્તિને સારો કહેવું એ સૌથી મોટું પાપ છે અને તેથી આઝમીએ માફી માંગવી જોઈએ. આપણા મુખ્યમંત્રીએ આ બાબતને ગંભીરતાથી લીધી છે અને તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધવો જોઈએ.

મુંબઈમાં મીડિયા સાથે વાત કરતી વખતે આઝમીએ કહ્યું હતું કે બધો ખોટો ઇતિહાસ બતાવવામાં આવી રહ્યો છે. ઔરંગઝેબે ઘણા મંદિરો બંધાવ્યા… ઔરંગઝેબ ક્રૂર નહોતો. એક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં, સપા નેતાએ કહ્યું હતું કે, મેં ઔરંગઝેબ વિશે જેટલું વાંચ્યું છે, તેમણે ક્યારેય જાહેર પૈસા પોતાના માટે લીધા ન હતા, તેમનું શાસન બર્મા (હાલના મ્યાનમાર) સુધી વિસ્તર્યું હતું, તે સમયે દેશને સોનાની ચિડયા કહેવામાં આવતું હતું. તેમણે કહ્યું, મને લાગે છે કે તેઓ એક મહાન પ્રશાસક હતા, તેમની સેનામાં ઘણા હિન્દુ સેનાપતિઓ
હતા.

અબુ આઝમી આ નિવેદનની એકનાથ શિંદેએ ટીકા કરી છે. તેમજ તેમણે કહ્યું કે આ નિવેદન બદલ અબુ આઝમીએ માફી માંગવી જોઈએ.