ટ્રમ્પે USAIDના 2000 કર્મચારીઓને ઘર ભેગા કર્યા, હજારોને રજા પર મોકલ્યાં

અમેરિકા: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુ.એસ. એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ના 2,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. અન્ય હજારોને રજા પર મોકલી દેવાની નોટિફિકેશન જાહેર કરીને ખળભળાટ મચાવી દીધો છે.

કર્મચારીઓની અપીલ જજે પણ ફગાવી હતી 

એક અહેવાલ અનુસાર આ પગલું એક સંઘીય ન્યાયાધીશ દ્વારા શુક્રવારે તંત્રને USAIDના કર્મચારીઓને કામથી હટાવવાની મંજૂરી અપાયા બાદ ભરવામાં આવ્યું છે. યુ.એસ. ડિસ્ટ્રિક્સ જજ કાર્લ નિકોલ્સને કર્મચારીઓ દ્વારા સરકારના પ્લાન પર અસ્થાયી રોક લગાવવાની અપીલ ફગાવી દીધી હતી. USAIDના કર્મચારીઓને મોકલવામાં આવેલી નોટિફિકેશનમાં જણાવાયું છે કે 23 ફેબ્રુઆરીની રાતે 11:59 વાગ્યાથી USAIDના તમામ પ્રત્યક્ષ નિમણૂક પામેલા કર્મચારીઓને વહીવટી રજાઓ પર મોકલવામાં આવી રહ્યા છે. ફક્ત એ જ કર્મચારીઓ જે મિશન આધાશ્રિત જરૂરી કામકાજ, મુખ્ય નેતૃત્વકાર અને વિશેષ નોમિનેટ છે તેઓને કામ પર આવવાનું ચાલુ રાખવાનું રહેશે.