અરવિંદ કેજરીવાલને મળ્યા જામીન, જાણો સુપ્રીમે કઈ શર્તો રાખી!

નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આપ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે, ઘણા મહિનાઓ પછી કેજરીવાલને જામીન મળ્યા છે. આમ આદમી પાર્ટીમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

કેજરીવાલને સી.બી.આઈ. કેસમાં જામીન પણ મળી ગયા છે.  આ પહેલાં ઈ.ડી.ના કેસમાં પણ તેમને જામીન મળ્યા હતા. ત્યારે જાણીએ કે અરવિંદ કેજરીવાલને કઈ શર્તો પર સુપ્રીમ કોર્ટે જામીન આપ્યાં છે. દિલ્હીના મુખ્યમંત્રીને સુપ્રીમ કોર્ટમાંથી 10-10 લાખ રૂપિયાના બે બોન્ડ પર જામીન મળ્યા છે.ED કેસમાં જામીન આપતી વખતે જે શરતો મૂકવામાં આવી હતી તે જ શરતો સી.બી.આઈ. કેસમાં સુુપ્રીમ કોર્ટે રાખી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ કોઈપણ ફાઇલ પર સહી કરી શકશે નહીં. આ સાથે તેમની ઓફિસ જવા પર પણ પ્રતિબંધ રહેશે. એટલું જ નહીં, તે આ મામલે કોઈ નિવેદન કે ટિપ્પણી પણ કરી શકશે નહીં.

  • અરવિંદ કેજરીવાલ ન તો મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે કે ન તો સચિવાલય.
  • કોઈપણ સરકારી ફાઇલ પર જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી સહી નહીં કરી શકે.
  • તેઓ આ કેસ કે સમગ્ર મામલા અંગે કોઈ જાહેર નિવેદન અથવા ટિપ્પણી કરશે નહીં.
  • કોઈપણ રીતે કોઈ સાક્ષી સાથે વાત નહીં કરે.
  • આ કેસ સાથે સંબંધિત કોઈપણ સત્તાવાર ફાઇલની ઍક્સેસ નહીં કરે.
  • જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે.