એ..આવ્યું..! લેન્ડફોલ શરૂ, હવામાન વિભાગે કરી સત્તાવાર જાહેરાત

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું વાવાઝોડું જખૌ સાથે ટકરાઇ ચુક્યું છે. જોરદાર પવન અને તોફાની વરસાદ સાથે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે કચ્છના જખૌમાં ટકરાઇ ચુક્યું છે. હાલ આ વિસ્તારમાં ભારે પવન પણ જોવા મળી રહ્યો છે. વરસાદ પણ ખુબ જ તીખી રીતે ટકરાઇ ચુક્યો છે. આ અનેક વિસ્તારોમાં વરસાદ પણ નોંધાયો છે. લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે.

અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું ગમે ત્યારે ટકરાઇ શકે છે. જોરદાર પવન સાથે તોફાની વરસાદ પણ ગમે તે ઘડીએ કચ્છના કિનારા સાથે ટકરાઇ શકે છે. જેના પગલે તંત્ર દ્વારા સંપુર્ણ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. આગામી બે કલાકમાં તે કચ્છના જખૌમાં લેન્ડ ફોલ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી 80 કિલોમીટર દૂર છે. હાલ એનડીઆરએફની ટીમો સ્થળ પર હાજર છે. આ સાથે લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

બિપરજોય 2-3 કલાકમાં કચ્છના જખૌ પહોંચશે

ગુજરાતમાં લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. વાવાઝોડાનું કેન્દ્ર કચ્છનું જખૌ બંદર છે. બિપરજોયને અહીં પહોંચવામાં 2 થી 3 કલાક લાગશે, આખી પ્રક્રિયા 5 થી 6 કલાક ચાલશે. આગામી 5 થી 6 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ખૂબ જ પડકારજનક છે.

ગૃહમંત્રી શાહ બિપરજોય પર બેઠક કરી રહ્યા છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિપરજોય તોફાનને લઈને બેઠક કરી રહ્યા છે. આ બેઠકનું આયોજન ગૃહ મંત્રાલયમાં કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં મંત્રાલયના અધિકારીઓ પણ હાજર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસેથી દરેક ક્ષણે માહિતી લઈ રહ્યા છે. એનડીઆરએફના ડીજી અને અન્ય બચાવ ટીમના અધિકારીઓ પણ બેઠકમાં છે. ગૃહમંત્રી અમિત શાહ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ ચક્રવાત માટે તૈયાર છે

ચક્રવાત બાયપરજોયને ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડ સંપૂર્ણ રીતે તૈયાર છે. 15 જહાજો તૈનાત કરવામાં આવ્યા છે. દરિયામાં કોઈપણ બચાવ કામગીરી માટે 7 વિમાન પણ તૈયાર છે. ઓખા, જખૌ અને વાડીનારમાં પણ હેલો ઓપરેશનની સુવિધા સક્રિય કરવામાં આવી છે. ગુજરાતના કોસ્ટગાર્ડ સ્ટેશનો સંપૂર્ણ રીતે તૈયાર છે. ડીઆઈજી કક્ષાના વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા કચ્છ જિલ્લાના મુન્દ્રામાં છે. 23 ડિઝાસ્ટર રિલીફ ટીમો બનાવવામાં આવી છે. 29 જેમિની શિપ, 1000 લાઇફ જેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સૈન્યના જવાનોને ગુજરાત તરફ મોકલવામાં આવ્યા

ગુજરાતમાં ચક્રવાત બિપરજોયને જોતા રાજ્યમાં આર્મી, નેવી અને એરફોર્સને રાહત અને બચાવ કાર્ય માટે મોકલવામાં આવી રહ્યા છે. હાલ ચક્રવાત ગુજરાતથી 100 કિમી દૂર છે.