ચૂંટણી પહેલાં મહિલાઓ માટે CM નીતીશનો માસ્ટરસ્ટ્રોક

પટનાઃ બિહારમાં સરકારી પદો પર સીધી ભરતીમાં મૂળ નિવાસી મહિલાઓ માટે ૩૫ ટકા અનામતનો નિર્ણય લેવામાં આવ્યો છે. બિહારમાં મહિલાઓ માટે પહેલેથી જ અનામત ઉપલબ્ધ છે, પરંતુ આજે ખાસ કરીને મૂળ નિવાસી મહિલાઓને આ લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

CM નીતીશકુમારની જાહેરાત
મને ખુશી છે કે બિહારના યુવાનોને વધુમાં વધુ રોજગારના અવસર ઉપલબ્ધ કરાવવા, તેમને તાલીમ આપવાનો અને સશક્ત તથા સક્ષમ બનાવવાનો ઉદ્દેશ લઈને રાજ્ય સરકારે બિહાર યુવા પંચની રચનાનો નિર્ણય લીધો છે અને આજે કેબિનેટ દ્વારા આ પંચને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. સમાજમાં યુવાનોની સ્થિતિ સુધારવા અને તેમના વિકાસ સંબંધિત તમામ મુદ્દાઓમાં સરકારને સલાહ આપવાની મહત્વપૂર્ણ ભૂમિકા આ પંચ ભજવશે. યુવાનોને ઉત્તમ શિક્ષણ અને રોજગાર સુનિશ્ચિત કરવા માટે પંચ વિવિધ સરકારી વિભાગો સાથે સહયોગ કરશે.

બિહાર યુવા પંચમાં એક અધ્યક્ષ, બે ઉપાધ્યક્ષ અને સાત સભ્યો રહેશે, જેમની મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ રહેશે. આ પંચ એ વાતની દેખરેખ કરશે કે રાજ્યના સ્થાનિક યુવાનોને રાજ્યની અંદરના ખાનગી ક્ષેત્રના રોજગારમાં પ્રાથમિકતા મળે. આ ઉપરાંત રાજ્ય બહાર અભ્યાસ અને નોકરી માટે ગયેલા યુવાનોનાં હિતોની પણ રક્ષા થાય.

પંચનું એક મહત્વપૂર્ણ કાર્ય એ પણ હશે કે સમાજમાં  કુપ્રથાઓ જેવી કે દારૂ અને અન્ય નશીલા પદાર્થોના વ્યસનને રોકવા માટે કાર્યક્રમો તૈયાર કરી સરકારને ભલામણ કરે. રાજ્ય સરકારની આ દૂરદ્રષ્ટિભરેલી પહેલનો હેતુ એ છે કે આ પંચના માધ્યમથી યુવાનો આત્મનિર્ભર, કુશળ અને રોજગારલક્ષી બને, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત બને.