અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયા પછી સપ્તાહના પ્રારંભે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. જેથી સેન્સેક્સ 2300 પોઇન્ટ ઊછળી 81,248.20ના સ્તરે પહોંચી ગયો હતો ,જ્યારે નિફ્ટી પણ 753 પોઇન્ટની વૃદ્ધિ સાથે 24,743ના મથાળે પહોંચ્યો હતો. બંને સૂચકાંકોમાં તેજી યથાવતે રહી છે, સેન્સેક્સમાં કુલ 2300 અને નિફ્ટી 50માં 700 અંકની તેજી નોંધાઈ છે. તેની પહેલાં GIFT નિફ્ટી પણ લગભગ 500 અંક વધીને 24,575ના સ્તર આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. માર્કેટ કેપમાં 12.6 લાખ કરોડનો વધારો થયો હતો.
સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 કંપનીઓમાંથી અદાણી પોર્ટ્સ, ઈટર્નલ, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પાવરગ્રીડ અને NTPCના શેરોમાં લાભ જોવા મળ્યો. જોકે સન ફાર્માના શેરમાં પાંચ ટકા કરતા વધુ નીચો પહોંચી ગયો હતો.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડમાં 0.52 ટકાનો વધીને 64.24 ડૉલર પ્રતિ બેરલના ભાવે પહોંચ્યું હતું. શેરબજારના આંકડાઓ અનુસાર વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) શુક્રવારે વેચવાલમાં રહ્યા હતા અને તેમણે કુલ રૂ. 3798.71 કરોડના શેર વેચ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પછી હવે સીઝફાયર પર સંમતિ બની છે.
હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેએ DGMO સ્તરની ચર્ચા પછી સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. ભારતે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત આતંકવાદી ઠેકાણાંઓ પર નિશાન સાધીને હુમલાઓ કર્યા હતા, જેમાં અંદાજે 100 આતંકીઓ માર્યા ગયાની માહિતી છે. ભારતે પાકિસ્તાની સૈન્યના ઠેકાણાઓ પર હુમલો ન કરતાં મોટા યુદ્ધની શક્યતા ટળી ગઈ છે.
એશિયાઈ શેરબજારએશિયાઈ બજારોમાં આજે તેજી જોવા મળી છે. જાપાનનો નિક્કી 0.36% વધ્યો, કોરિયાનો કોસપી 0.67 ટકા ઊચો ગયો અને ઓસ્ટ્રેલિયાનું ASX 200 પણ 0.3 ટકા વધ્યો હતો. તેનું મુખ્ય કારણ અમેરિકા અને ચીન વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં થયેલી વેપાર વાતચીત રહી છે, જેના કારણે તણાવમાં થોડી શાંતિની આશા ઊભી થઈ છે.
