નવી દિલ્હીઃ શું આપ એક યુટ્યુબર છો? જો જવાબ હા છે તો આજથી તમારી કમાણીનો પૂરો હિસ્સો તમારા ખિસ્સામાં નહીં જાય. જો તમે પણ યુટ્યુબ પર વિડિયો બનાવો છો અને એ તમારી કમાણીનો એક ભાગ છે તો આજે પહેલી જૂન, 2021થી તમારી થનારી કમાણી પર ટેક્સ લાગશે. જોકે અમેરિકાના કન્ટેટ ક્રિયેટર્સ પર કોઈ ટેક્સ નહીં લાગે, પરંતુ ભારત સહિત વિશ્વના બાકી બધા કન્ટેન્ટ ક્રિયેટર્સને યુટ્યુબરથી થનારી કમાણી પર ટેક્સ આપવો પડશે. ભારતમાં લાખ્ખો એવા લોકો છે, જે દરરોજ વિડિયો બનાવીને યુટ્યુબ પર અપલોડ કરે છે. કેટલાક લોકોએ એને ફુલટાઇમ જોબ બનાવી લીધી છે. આવો લોકોને આજે મોટો આંચકો લાગવાનો છે. તમારે માત્ર એ જ વ્યૂઝના ટેક્સ આપવા પડશે, જે તમને અમેરિકી વ્યુઅર્સથી મળ્યા છે. જે વિડિયોને ભારતમાં વધુ જોવામાં આવ્યા છે અને અમેરિકામાં ઓછા જોવાયા છે તો તમારે આવી વિડિયો પર ટેક્સ બહુ ઓછો આવશે. એનાથી ઊલટું થશે તો તમારે ટેક્સ વધ ચૂકવવો પડશે. હાલ કોઈ અન્ય દેશમાં યુટ્યુબથી થનારી કમાણી પર ટેક્સ નહીં લાગે.
ટેક્સના દાયરામાં ભારતીય યુટ્યુબ કન્ટેન્ટ ક્રિયેટર્સ પણ આવશે, જેણે કમાણી પર 24 ટકા પ્રતિ મહિનાના હિસાબે ટેક્સ આપવો પડશે. આવામાં ગૂગલ દ્વારાથી યુટ્યુબ કન્ટેન્ટ ક્રિયેટર્સથી 15 ટકાના હિસાબે ટેક્સ લેવામાં આવશે. 31 મે સુધીની કમાણીનો ખુલાસો ન કરવા પર કંપની યુઝરથી 24 ટકા ટેક્સ લેવામાં આવશે.