ટોક્યોઃ Paytm હાલના સમયે નિયામકીય મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહી છે. જોકે Paytmના સ્થાપક વિજય શેખર શર્માનું માનવું છે કે ટૂંક સમયમાં આ મુશ્કેલીઓ દૂર થશે અને એક મજબૂત મંચનું કામ કરશે. જાપાનના ટોક્યોમાં આયોજિત એક ફાઇનાન્શિયલ ટેક કોન્ફરન્સમાં કહી હતી. RBIએ જ્યારથી Paytmની વિરુદ્ધ કાર્યવાહી કરી છે, ત્યારથી અત્યાર સુધી સૌપ્રથમ વાર Paytmના CEO વિજય શેખર શર્માએ જાહેરમાં ઉપસ્થિત થયા હતા.
કેટલીક વાર તમારી ટીમના લોકો અને સલાહકાર એને યોગ્ય રીતે સમજાવવામાં નિષ્ફળ જાય છે. આવામાં તમે એ બાબતને કેવી રીતે જુઓ છો, એ મહત્ત્વનું છે. દેશમાં સ્ટાર્ટઅપ માટે હેલ્થી માહોલ બનાવવામાં નિયામકની મોટી ભૂમિકા છે. આ એક મોટો દિવસ છે, જ્યારે તેમની પાસે શીખવા માટે અનેક બાબત છે અને ઝઝૂમવા માટે નવી તકો છે. એશિયાની પાસે આગામી પેઢી માટે એક નાણાકીય સિસ્ટમ બનાવવાની તક છે અને તેઓ Paytmને એશિયાના લીડર બનતા જોવા માગે છે.
RBIએ Paytm પેમેન્ટ્સ બેન્ક પર 29 ફેબ્રુઆરી પછી નવી ડિપોઝિટ્સ લેવા અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અને પછી Paytmના શેરો 42 ટકા તૂટ્યા હતા. વિજય શેખર શર્માની એમાં 51 ટકા હિસ્સો છે અને બાકીનો હિસ્સો Paytmનો છે. હાલમાં એનું બોર્ડ ફરી બનાવવાની પહેલ હેઠળ વિજય શર્માએ રાજીનામું આપી દીધું છે. જોકે તેઓ કંપનીને ટ્રેક કર લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. કંપનીએ એક્સિસ બેન્કની સાથે સોદો કરી લીધો છે અને હવે અન્ય બેન્ક સાથે ભાગીદારી માટે વાતચીત જારી છે.