બેન્ક-FDથી વધુ વળતર ઇચ્છો છો, કરો આ કામ…

નવી દિલ્હીઃ બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ અથવા ટર્મ ડિપોઝિટ દેશમાં સૌથી લોકપ્રિય રોકાણનાં સાધનોમાંનું એક છે, કેમ કે એમાં મૂડીની ગેરન્ટી, ખાતરીપૂર્વકનું વળતર, હાઇ લિક્વિડિટી. રિઝર્વ બેન્કે કોરોના રોગચાળાને કારણે રેપો રેટમાં 115 બેઝિસ પોઇન્ટનો કાપ મૂક્યો છે, જેનાથી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદર ઓછા થયા છે, જેથી લોકોનું આકર્ષણ પણ ઓછું થયું છે.

FD રિટર્નના વ્યાજદરમાં ઉતારચઢાવથી કેવી રીતે બચી શકાય છે., એની સરળ વ્યૂહરચના છે, જે તમારી મદદ કરી શકે છે. એને વ્યૂહરચનાને લેન્ડરિંગ કહેવામાં આવે છે.

FD લેન્ડરિંગ શું છે?

લેન્ડરિંગ એક રોકાણની ટેક્નિક છે, જેને રોકાણ લૂપ બનાવવા માટે વિવિધ મેચ્યોરિટી સમયવાળી એક અથવા રોકાણની પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે.સંપૂર્ણ રોકાણ લોક કરવાને બદલે વિવિધ પાકતીની અલગ-અલગ FDમાં મૂકી શકાય છે. જેનો અર્થ તમે એક વર્ષ બે વર્ષ, ત્રણ વર્ષ ચાર અને પાંચ વર્ષ માટે FDમાં બે-બે લાખનું રોકાણ કરી શકો છો. જ્યારે તમારી FD પાકશે તો એને ફરીથી રોકાણ કરી શકાય છે. જો તમે ત્રણ વર્ષની FDમાં રોકાણ કર્યું તો તમને મહત્તમ વ્યાજ મળી શકશે.

 

આ વ્યૂહરચના લોન્ગ ટર્મમાં કોઈ પણ વ્યાજદરમાં ઉતાર-ચઢાવ દરમ્યાન તમારી મદદ કરશે. વળી કોઈ પણ નાણાકીય ઇમર્જન્સી મામલે તમારે એક FDને સમય પહેલાં બંધ કરવાથી બાકીની રકમની FDને બંધ કરવામાંથી બચી શકાશે. આ ઉપરાંત બેન્કની પ્રી-મેચ્યોર પેનલ્ટી ન્યૂનતમ હશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]