કોરોના વોરિયર્સનું ફૂલહાર સન્માનના કાર્યક્રમ સાથે રસીકરણ

અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી છારોડીની મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં વર્ગ-ચારના કર્મચારીઓ સફાઈ કામદારો જેણે સતત કોરોના વોરિયર્સ તરીકે કાર્ય કર્યું છે- તેમને રસી આપવામાં આવી હતી. કોરોના કાળમાં સતત સફાઈ કામ કરી વિસ્તારોને સ્વચ્છ રાખતા કર્મચારીઓનું ફૂલનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

કોરોના રોગચાળા દરમ્યાન સફાઈ કામદાર, પોલીસ કર્મચારીઓ, ડોકટર્સ અને નર્સ  જેવી અનેક મહત્વની કામગીરી બજાવનારા ખરેખરા વોરિયર્સને પહેલા રસી આપવાનું નક્કી થયું. જેના ભાગરૂપે મોટી સંખ્યામાં લોકોને રસી આપવાનું શરૂ થઈ ગયું છે.

શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા છારોડી સબ મસ્ટર સાથે સંકળાયેલા વર્ગ-4ના કર્મચારીઓ સફાઈ કામદારોને કોરોનાની રસી આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં નિયમિત સફાઈ, સ્વચ્છતાનું ધ્યાન રાખનાર તમામ વોરિયર્સનું હારતોરા પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

છારોડી અ.મ્યુ.કો કચેરીના શેનાભાઈ પરમાર ચિત્રલેખાને કહે છે કે રસીકરણના કાર્યક્રમમાં મહિલા અને પુરુષ તમામ કર્મચારીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. 15 જેટલા સફાઈ કામદારોએ રસી લીધી હતી.  કોરોનાની રસી આપવાના કાર્યક્રમમાં આસિ.એસ્ટેટ ઓફિસર હિતેન્દ્ર ચૌહાણ પણ હાજર રહ્યા હતા. ગોતા-ઓગણજ અર્બન હેલ્થ સેન્ટર સાથે સંકળાયેલા કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]