નવી દિલ્હીઃ વિશ્વના શ્રીમંત લોકો પાસે લખલૂટ સંપત્તિ છે. વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ ટેસ્લાના માલિક એલન મસ્ક છે. બીજા ક્રમે ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ અર્નાલ્ટ છે. આ લિસ્ટમાં ત્રીજા ક્રમે ભારતના ગૌતમ અદાણી છે. અદાણીની સંપત્તિમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેઓ આવનારા સમયમાં આ લિસ્ટમાં બીજા ક્રમે પહોંચે એવી શક્યતા છે, એમ ફોર્બ્સનો રિયલ ટાઇમ બિલિયોનર્સ ઇન્ડેક્સ કહે છે.
વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ ટેસ્લાના માલિક એલન મસ્ક છે. તેમની પાસે કુલ 253.4 બિલિયન ડોલર છે. તેઓ પાસે બીજી કંપની સ્પેસએક્સ છે. જે અંતરિક્ષમાં લોકોને સ્પેસ યાત્રાને વધુ સરળ બનાવવા પર કામ કરી રહી છે. ત્યાર બાદ આ યાદીમાં બીજા ક્રમે ફ્રાંસના બિઝનેસમેન બર્નાર્ડ અર્નાલ્ટ છે. તેમની પાસે કુલ 154.4 બિલિયન ડોલરની સંપત્તિ છે. તેંમની કંપની મોંઘી પ્રોડક્ટ જેવી ઘડિયાળ, કપડાં, જ્વેલરી અને પરફ્યુમ વગેરે બનાવે છે.
ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણી વિશ્વના શ્રીમંતોની યાદીમાં ત્રીજા ક્રમાંકે છે. તેમની સંપત્તિ 149.3 બિલિયન ડોલર છે. તેમની કંપની પોર્ટ મેનેજમેન્ટ, ઇલેક્ટ્રિક પાવર, માઇનિંગ રિન્યુએબલ એનર્જી, એરોપર્ટ ઓપરેશ જેવાં ક્ષેત્રોમાં કામ કરી રહી છે. એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ શ્રીમંતોની યાદીમાં ચોથા ક્રમાંકે છે, તેમની કુલ સંપત્તિ 136.7 બિલિયન ડોલર છે. તેમણે એમેઝોનની સ્થાપના 1994માં કરી હતી.
કોમ્પ્યુટર ટેક્નોલોજી અને સોફ્ટવેર ક્ષેત્રની કંપની ઓરેકલ કોર્પોરેશનના માલિક લેરી એલિસન હાલ આ યાદીમાં પાંચમા ક્રમાંકે છે. તેમની પાસે કુલ 106.7 બિલિયન ડોલર છે. માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ આ યાદીમાં છઠ્ઠા ક્રમાંકે છે. તેમની પાલે હાલ કુલ 106 બિલિયન ડોલરની સંપત્તિ છે. બર્કશાયર હાથવેના ચેરમેન અને CEO વોરેન બફે આ યાદીમાં સાતમા ક્રમાંકે છે. તેમની કુલ સંપત્તિ 96.4 બિલિયન ડોલર છે.
ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણી વિસ્વમાં આઠમા શ્રીમંત વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 94.4 બિલિયન ડોલર છે. આ યાદીમાં ગૂગલના સંસ્થાપક લેરી પેજ નવમા ક્રમે છે અને તેમની પાસે કુલ 91.9 બિલિયન ડોલર છે, જ્યારે સર્ગેઇના બ્રિન ગૂગલના સંસ્થાપક છે.તેમની પાસે કુલ સંપત્તિ 88.1 બિલિયન ડોલરની સંપત્તિ છે.