નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની અગ્રણી કોટક મહિન્દ્રા બેન્ક લિ.એ શનિવારે નવા પ્રકારના લોન્ચની જાહેરાત કરી છે. બેન્કના ગ્રાહકો હવે કોઈ પણ પેમેન્ટ એપ્સ- જેવી કે પેટીએમ, ગૂગલ પે, ફોન પે વગેરેથી ચુકાઈ ગયેલો EMI અથવા ઓવરડ્યુ લોન ઇન્સ્ટોલમેન્ટ માટે ચુકવણી (પેમેન્ટ) કરી શકશે.
ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ પર લાઇવ થઈ કોટક લોનનો ઓપ્શન
હવે કોટક લોન્સ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPS (Bharat Bill Payment System) પ્લેટફોર્મ પર લાઇવ થઈ ગઈ છે. જો તમે પેટીએમ, ગૂગલ પે, ફોનપે દ્વારા પેમેન્ટ કરવા ઇચ્છે તો એ એપમાં લોનના પેમેન્ટ સેક્શનમાં જઈને કોટક મહિન્દ્રા બેન્ક લોનના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. એમાં તમારા બિલરના નામે ‘Kotak Bank Loan’નો વિકલ્પ હશે. ડ્યુ ડેટ પછી EMIનો ઓપ્શન દેખાશે. પેડ અમાઉન્ટ ગ્રાહકના લોન એકાઉન્ટમાં રિયલ ટાઇમ બેઝિસ પર જોવા મળશે.
કોટક મહિન્દ્રા બેન્કની બધી ટર્મ લોન જેવી પર્સનલ લોન, હોમ લોન, કન્ઝ્યુમર ડ્યુબેરલ લોન, બિઝનેસ લોન, ગોલ્ડ લોન, પ્રોપર્ટી લોન, કોમર્શિયલ વેહિકલ લોન, ટ્રેક્ટર ફાઇનાન્સ લોન અને ઇન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ લોન – એના રિપેન્ટ સુવિધાના દાયરામાં આવે છે.
પેમેન્ટ એપથી કેવી રીતે કરશો
|