મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનો લાંબો દોર ચાલ્યા બાદ હવે ફરીથી તેજી આવી છે. બિટકોઇન ફરી એક વાર 42,000ની સપાટી વટાવી ગયો છે. આ માર્કેટમાં ગેમિંગના કોઇનના ભાવમાં સૌથી વધારે વૃદ્ધિ થતી જોવા મળી છે.
અમેરિકામાં નીતિવિષયક વ્યાજદરમાં ફેરફાર થવાને લગતા ડરને હવે તિલાંજલિ આપી દેવાઈ છે. એની સાથે રશિયા-યુક્રેનની તંગદિલીને પણ વધુ ગંભીરતાથી લેવાનું રોકાણકારોએ છોડી દીધું હોય એવું જણાય છે. આ સુધરેલા માનસનું પ્રતિબિંબ બિટકોઇન ફિયર ઍન્ડ ગ્રીડ ઇન્ડેક્સમાં પડ્યું છે. આ ઇન્ડેક્સ વધીને 45 સુધી પહોંચ્યો છે.
બિટકોઇન 2 ટકા કરતાં વધુ વૃદ્ધિ સાથે 42,500 ડૉલરની સપાટી વટાવી ગયો છે. ચાર્ટિસ્ટોના મતે બિટકોઇનમાં હવે પછીની પ્રતિકારની સપાટી 45,000 ડૉલર છે. ક્રિપ્ટોનું માર્કેટ કેપિટલાઇઝેશન 3 ટકા વધીને 1.96 ટ્રિલ્યન ડૉલર થઈ ગયું છે. દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી15 2.69 ટકા (1,642 પોઇન્ટ) વધીને 62,636 પોઇન્ટ બંધ રહ્યો હતો. આઇસી15 ઇન્ડેક્સ 60,994 ખૂલ્યા બાદ ઉપરમાં 63,075 અને નીચામાં 60,195 પોઇન્ટ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
60,994 પોઇન્ટ | 63,075 પોઇન્ટ | 60,195 પોઇન્ટ | 62,636 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 7-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |