IC15 ઇન્ડેક્સ 937 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં ઈક્વિટી અને કોમોડિટીઝ માર્કેટમાં શુક્રવારે થોડી નરમાશ જણાતાં એની અસર શનિવારે ક્રિપ્ટોકરન્સી માર્કેટ પર થઈ છે. IC15 ઇન્ડેક્સના 15 ઘટકમાંથી ટ્રોનમાં આશરે 1.7 ટકાની વૃદ્ધિ થઈ છે, જ્યારે બાકીના કોઇનના ભાવ ઘટ્યા છે. સોલાના, યુનિસ્વોપ અને કાર્ડાનો લગભગ પાંચ-પાંચ ટકા ઘટ્યા છે.

અમેરિકન સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશનના ચેરમેન ગેરી ગેન્સલરે અમેરિકન સંસદને કહ્યું છે કે સ્ટેબલ કોઇન પર નજર રાખવા માટે સીએફટીસીને વધુ અધિકાર આપવાની જરૂર છે. એમનું કહેવું છે કે સ્ટેબલ કોઇન પર નિયંત્રણ રાખવાથી નાણાકીય સિસ્ટમ સામેનાં જોખમોમાં ઘટાડો થશે.

આ અગાઉ ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.3 ટકા (937 પોઇન્ટ) ઘટીને 27,411 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 28,348 ખૂલીને 28,526 પોઇન્ટની ઉપલી અને 27,303 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ
ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
28,348 પોઇન્ટ 28,526 પોઇન્ટ 27,303 પોઇન્ટ 27,411 પોઇન્ટ
ડેટાનો સમયઃ 15-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)