મુંબઈઃ યુક્રેનમાં હજી યુદ્ધ બંધ થયું નથી ત્યાં અમેરિકામાં ફેડરલ રિઝર્વ સાવચેતીભર્યું વલણ અપનાવશે એવા અંદાજને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘસારો જોવા મળ્યો હતો. બિટકોઇન ફરી એક વાર 45,500 ડોલરની નીચે ગયો છે.
ફેડરલ રિઝર્વે યોજેલા વેબિનારમાં ગવર્નર લાએલ બ્રેનાર્ડે કહ્યું હતું કે કેન્દ્રીય બૅન્કે ફુગાવાને કાબૂમાં રાખવા માટે વ્યાજદરમાં વધારો કરતાં જવું પડશે.
ક્રીપ્ટોકરન્સી માર્કેટ ફરી એક વાર અમેરિકન ઈક્વિટી માર્કેટને અનુસરી રહી છે. ઈક્વિટીમાં ઘટાડો થવાને પગલે ક્રીપ્ટોમાં પણ કડાકો બોલાયો છે.
માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ સૌથી મોટી ક્રીપ્ટોકરન્સી – બિટકોઇનનો ભાવ ચોવીસ કલાકના ગાળામાં ત્રણેક ટકા તૂટીને 45,300 ડોલરની નજીક પહોંચી ગયો છે. ઈથેરિયમ પણ પાંચ ટકાના ઘટાડા સાથે 3,300 ડોલર કરતાં થોડો વધારે છે.
ટેસ્લાના સીઈઓ એલન મસ્કના સમર્થનને કારણે એકમાત્ર ડોઝકોઇનમાં વૃદ્ધિ જોવા મળી છે, જે 6 ટકા વધી ગયો છે.
દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.40 ટકા (2,388 પોઇન્ટ) ઘટીને 67,709 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 70,098 ખૂલીને 70,225 સુધીની ઉપલી અને 67,074 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
70,098 પોઇન્ટ | 70,225 પોઇન્ટ | 67,074 પોઇન્ટ | 67,709
પોઇન્ટ |
ડેટાનો સમયઃ 6-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |