અમેરિકા એનર્જીની આયાતમાં ભારતને મદદ કરવા તૈયાર

નવી દિલ્હીઃ અમેરિકા એનર્જી આયાતમાં વૈવિધ્યકરણ લાવવા માટે ભારતને ટેકો આપવા માટે તૈયાર છે. વ્હાઇટ હાઉસે જોકે નવી દિલ્હીને ફરી એક વાર મોસ્કો પાસેથી એનર્જી અને અન્ય ચીજવસ્તુઓની આયાત કરવા સામે લાલ આંખ કરી હતી. અમે ભારત રશિયન એનર્જીની અને અન્ય કોમોડિટીની જણસોની આયાતમાં વધારો કરે એવું ઇચ્છતા નથી. હા, એ ખરું કે કયા દેશે ક્યાંથી ચીજવસ્તુઓની આયાત કરવાનો નિર્ણય લેવો એ વ્યક્તિગત દેશોનો નિર્ણય છે, એમ પણ વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ પત્રકારોને કહ્યું હતું.

અમેરિકાએ સ્પષ્ટતા કરી હતી કે અમારું વલણ ભારતને એનર્જીની આયાતમાં વધારો કરવામાં ટેકો આપવાનું છે, પછી ભલે ભારત રશિયાથી ઓઇલની તેની જરૂરિયાતના એક કે બે ટકાની આયાત કરતું હોય.

અમેરિકાના ડેપ્યુટી રાષ્ટ્રીય સિક્યોરિટી એડવાઇઝર દલીપ સિંહે ગયા સપ્તાહે નવી દિલ્હીમાં ભારતીય અધિકારીઓ સાથે રશિયા પરના આર્થિક પ્રતિબંધોની ચર્ચા-વિચારણા કરવા આવ્યા હતા. અમારી પાસે સંદેશવ્યવહાર કરવાના વિવિધ રસ્તા છે, જેના માટે જ અમે સિક્યોરિટી સલાહકારને અમે મોકલ્યા હતા, પણ અમારી પ્રાથમિકતા એમ્બેસેડર સાથે વાટાઘાટ નક્કર સ્વરૂપ આપવાનું છે. તેમણે ગર્ભિત ધમકી આપતાં કહ્યું હતું કે અમેરિકા ભારતને રશિયા સાથેના સંબંધોમાં આગળ નહીં વધવા કહે છે, નહીં તો ભારતે પ્રતિબંધોના ઉલંલ્ઘન બદલ પરિણામો શાં પગલાં લેવામાં આવશે, એ તો સમય જ કહેશે.