ડેલી હન્ટ, જોશની માતૃ કંપનીએ $80 કરોડ એકત્ર કર્યા

નવી દિલ્હીઃ ભારતીય શોર્ટ વિડિયો બજાર વર્ષ 2025 સુધીમાં 65 કરોડ યુઝર્સ સુધી પહોંચવાનો અંદાજ છે. ડેલી હન્ટ અથવા NEWS Aggregator અને જોશની માતૃ કંપની વર્સે ઇન્નોવેશને મોટું મૂડીરોકાણ મેળવ્યું છે. એ સ્વાભાવિક છે કે ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા પછી શોર્ટ વિડિયો એપ્સ જેવી કે જોશ એક અબજ ઇન્ટરનેટ યુઝર્સ સુધી પહોંચી છે. વળી, એ એપ મનોરંજક અને સુરક્ષિત હોવાને કારણે લોકો એને પસંદ કરી રહ્યા છે.

સોશિયલ મિડિયા પર એની સ્થિતિને વધુ વ્યાપક બનાવવા માટે, ડિજિટલ મિડિયા પ્લેટફોર્મ ડેઇલી હન્ટ અને શોર્ટ વિડિયો એપ જોશની માતૃ કંપની વર્સ ઇન્નોવેશને ઇન્વેસ્ટર રાઉન્ડમાં 80.5 કરોડ ડોલર ઊભા કર્યા હતા. કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (CPPIB) ઓન્ટારિયો ટીચર્સ પેન્શન પ્લાન બોર્ડ (OTPPB), લક્સઓર કેપિટલ અને સુમેરુ વેન્ચર્સ, હાલના રોકાણકાર સોફિના ગ્રુપ અને બેલી ગિફોડ અને અન્યની ઇન્વેસ્ટર પાસેથી ફન્ડિંગ રાઉન્ડમાં કંપનીએ 80.5 કરોડ ડોલરથી વધુ ઊભા કર્યા હતા. જેથી કંપનીનું મૂલ્ય પાંચ અબજ ડોલરે પહોંચ્યું હતું.

વર્સેની જેમ જ ઓગસ્ટમાં 2021માં કંપનીએ સિગુલર ગફ, કારલાય ગ્રુપ, બેલી ગિફોર્ડ, ફાલ્કન એજ કેપિટલ વાયા ઓલ્ફા વેન્ચર, ગ્લેડ બ્રુક કેપિટલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ અને કતાર ઓથોરિટી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી પાસેથી ફંડ મેળવ્યું હતું. આ રાઉન્ડ સાથે સ્ટાર્ટઅપે છેલ્લા 12 મહિનામાં આશરે 1.5 અબજ ડોલર મેળવ્યા છે.

વીરેન્દ્ર ગુપ્તા દ્વારા વર્સ ઇન્નોવેશન 2007માં સ્થાપવામાં આવી હતી. એ B2B કંપની છે. જે ભારત, બંગલાદેશ અને આફ્રિકામાં ફેલાયેલા તેના સબસ્ક્રાઇબર્સને  જોબ્સ, પ્રોપર્ટી, મેટ્રિમોની, ન્યૂઝ અને એજ્યુકેશનના SMS એલર્ટ મોકલે છે.