આઇસી15 ઇન્ડેક્સમાં 864 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ અમેરિકામાં વ્યાજદરમાં વધારો કરાવાની શક્યતા હજી ઊભી છે અને દેશના વૃદ્ધિદર બાબતે પણ ચિંતા પ્રવર્તે છે એવી સ્થિતિમાં શુક્રવારે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો હતો. માર્કેટના બેન્ચમાર્ક આઇસી15 ઇન્ડેક્સના તમામ ઘટક કોઇનમાં ઘટાડો નોંધાયો હતો, જેમાંથી લાઇટકોઇન, શિબા ઇનુ, ચેઇનલિંક અને ઈથેરિયમ ચારથી આઠ ટકાની રેન્જમાં સૌથી વધુ ઘટનારા કોઇન હતા. બિટકોઇનમાં ફરીથી ઘટાડો થતાં ભાવ 31,000 ડોલરની નીચે પહોંચી ગયો હતો.

દરમિયાન, નામીબિયાની સંસદે ક્રીપ્ટોકરન્સી, ડિજિટલ એસેટ્સના નિયમન માટે ખરડો પસાર કર્યો છે, જેથી ગ્રાહકોનું રક્ષણ કરી શકાય. યુનાઇટેડ આરબ એમીરેટ્સે બિટકોઇન માઇનિંગનું કેન્દ્ર બને એ માટેના પ્રયાસ સ્થાનિક સરકારે શરૂ કર્યા છે. એના માટે ભરપૂર પ્રમાણમાં ઊર્જા, કરવેરાના લાભ અને માઇનર્સ માટે બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.11 ટકા (864 પોઇન્ટ) ઘટીને 40,012 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,876 ખૂલીને 40,988ની ઉપલી અને 39,670 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.