ભારત-તાંઝાનિયાની વચ્ચે સ્થાનિક કરન્સીમાં વેપારના સોદા થશે

નવી દિલ્હીઃ ભારતની બહાર પહેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ઝાંઝીબાર-તાંઝાનિયામાં સ્થાપિત કરવામાં આવશે. એના માટે બંને દેશો વચ્ચે એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ડો. હુસૈન અલી મિવિન્યી અને વિદેશપ્રધાન એસ જયશંકર હાજર હતા. આ પ્રસંગે વિદેશપ્રધાને જણાવ્યું હતું કે ભારત ને તાંજાનિયાએ સ્થાનિક કરન્સી (સ્થાનિક કરન્સી)માં વેપાર શરૂ કરી દેવામાં આવ્યા છે, જેનાથી બંને દેશોની વચ્ચે વેપારી કામગીરીને પ્રોત્સાહન મળશે.

તાંઝાનિયાના પ્રવાસે પહોંચેલા જયશંકરે અહીં વેપારજગતના પ્રતિનિધિઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારત અને આફ્રિકી દેશની વચ્ચે દ્વિપક્ષી વેપાર ઝડપથી વધ્યો છે અને નાણાં વર્ષ 2022-23માં એ 6.4 અબજ ડોલરે પહોંચ્યો હતો. તેમણે કહ્યું હતું કે હવે દ્વિપક્ષી વેપાર સંતુલિત પણ થઈ રહ્યો છે. દ્વિપક્ષી વેપારમાં કેટલાંય નવાં ઉત્પાદનો પણ જોડવામાં આવી રહ્યાં છે. તેમણે તાંઝાનિયાના પ્રમુખ ઉદ્યોગપતિઓને કહ્યું હતું કે હું આપને કહેવા માગું છે કે ભારતની કેન્દ્રીય બેન્કે  સ્થાનિક કરન્સીમાં સોદાઓ કરવાની સ્વીકૃતિ આપી છે. હવે અહીં ત્રણ ભારતીય બેન્કોની થકી એકબીજા દેશોની કરન્સીમાં વેપારના સોદાઓ કરી શકાશે.

તેમણે કહ્યું હતું કે ભારતીય રૂપિયા અને તાંજાનિયાના શિલિંગમાં કેટલીક લેવડદેવડ કરવામાં આવી ચૂકી છે અને એનાથી બંને દેશોની વચ્ચે વેપારને પ્રોત્સાહિત કરવાની એક વધુ વ્યવસ્થા તૈયાર થઈ ગઈ છે. ભારતીય રૂપિયામાં વિદેશી વેપારને પ્રોત્સાહિત કરવાના પ્રયાસમાં લાગેલી –બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા અને કેનેરા બેન્કે સ્થાનિક કરન્સીમાં લેવડદેવડ શરૂ કરી દીધી છે.