આઇસી15 ઇન્ડેક્સ 252 પોઇન્ટ ઘટ્યો 

મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે નાણાં નીતિનું સાવચેતીભર્યું વલણ જાહેર કર્યું એને પગલે સોમવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.74 ટકા (252 પોઇન્ટ) ઘટીને 33,992 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,244 ખૂલીને 34,391ની ઉપલી અને 33,838 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના પોલીગોન સિવાયના તમામ કોઇન ઘટ્યા હતા. એક્સઆરપી, શિબા ઇનુ, અવાલાંશ અને ડોઝકોઇનમાં 1થી 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

દરમિયાન, ભારતે ક્રીપ્ટોકરન્સી માટે વૈશ્વિક સ્તરે સમાન નિયમનકારી માળખું રચવાની હાકલ જી-20 સમિટમાં કરી છે. બીજી બાજુ, અમેરિકાના નાણાં ખાતાએ ક્રીપ્ટોકરન્સી બ્રોકર્સ, એક્સચેન્જીસ અને પેમેન્ટ પ્રોસેસર્સ માટે નવી માર્ગદર્શિકા પ્રસ્તાવિત કરી છે.