આઇસી15 ઇન્ડેક્સ 493 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં ફુગાવાના આંકડા જાહેર થવા પહેલાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક આઇસી15ના ઘટકોમાંથી સોલાનાને બાદ કરતાં બધા જ કોઇન ઘટ્યા હતા. લાઇટકોઇન, ડોઝકોઇન, કાર્ડાનો અને એક્સઆરપી 3થી 5 ટકા ઘટ્યા હતા. કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 1.2 ટ્રિલ્યન ડોલરની આસપાસ રહ્યું હતું.

વિકસીત દેશોનો સમૂહ જી7 હવે વિકાસશીલ દેશોને એમની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી વિકસાવવામાં મદદ કરી રહ્યું છે. એને કારણે સરહદ પારના પેમેન્ટ ઝડપથી થઈ શકશે. સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશન ઓફ હોંગકોંગે કહ્યું છે કે ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સે સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ ઓર્ડિનન્સ હેઠળ લાઇસન્સ લેવું જરૂરી રહેશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.22 ટકા (493 પોઇન્ટ) ઘટીને 39,884 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,377 ખૂલીને 40,715ની ઉપલી અને 39,612 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.