ભારતમાં ટાટા મોટર્સે કર્યું ઈલેક્ટ્રિક-વાહનોનું વિક્રમી વેચાણ

મુંબઈઃ ટાટા મોટર્સે 2021ના ડિસેમ્બરમાં તેની ઈલેક્ટ્રિક કાર નેક્સન અને ટીગોરના 2,000થી વધારે યુનિટ્સ વેચ્યા હતા. આ આંકડા અનુસાર, કંપનીએ દેશમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સનું વિક્રમસર્જક વેચાણ નોંધાવ્યું છે. દેશમાં વધુને વધુ લોકો પર્યાવરણને અનુકૂળ એવી ઈલેક્ટ્રિક કાર તથા વાહનો ખરીદવા લાગ્યા છે. તેમાં ટાટા નેક્સન કાર દેશમાં બેસ્ટ-સેલિંગ SUV બની છે. તેણે આ ક્ષેત્રમાં મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈને પાછળ પાડી દીધી છે.

છેલ્લા એક વર્ષની સરખામણીમાં, ટાટા મોટર્સની ઈલેક્ટ્રિક કારના વેચાણમાં 439 ટકાનો વધારો નોંધાયો છે. 2020ના ડિસેમ્બરમાં તેણે 418 કાર વેચી હતી જ્યારે ગયા મહિને કંપનીએ 2,255 કાર વેચી હતી. 2000નો આંક પાર કરવો એ ઘણું ઉલ્લેખનીય કહેવાય. 2021ના નવેમ્બરમાં ટાટા ગ્રુપે 1,751 ઈલેક્ટ્રિક કાર વેચી હતી. તે પછીના જ મહિને, ડિસેમ્બરમાં વેચાણ 29 ટકા વધ્યું હતું. આનો અર્થ થાય છે કે ટાટાની ઈલેક્ટ્રિક કાર દેશમાં લોકપ્રિય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]