અમીષાએ ફૈઝલ પટેલ સાથેની રિલેશનશિપ અંગે મૌન તોડ્યું

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ હાલમાં ચર્ચામાં છે, કેમ કે ફૈઝલ પટેલો છડેચોક તેને લગ્નની દરખાસ્ત મૂકી હતી. આ પ્રપોઝલ પહેલાં અમીષા પટેલે ફૈઝલના બર્થડે પર એક પોસ્ટ લખી હતી, જેનાથી એ અફવા ફેલાઈ હતી કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. એ પછી ફૈઝલે લગ્નની પ્રપોઝલવાળી પોસ્ટ કાઢી નાખી હતી.

ફૈઝલ પટેલે દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર છે. અમીષા અને ફૈઝલ એકમેકને પહેલેથી સારા મિત્ર છે. તેઓ વર્ષોથી એકમેકને ઓળખે છે.તેની બહેન સાથે પણ તેની મિત્રતા છે. લગ્નવાળી પ્રપોઝલ એક મજાકથી વિશેષ કાં નહોતી. હું સિંગલ છું અને સિંગલ જ બહુ ખુશ છું. હું હાલ કોઈ પણ રિલેશનશિપમાં રસ નથી ધરાવતી. ફૈઝલ એક એવી વ્યક્તિ છે, જેને મજાક કરવાનું પસંદ છે, એમ અમીષાએ કહ્યું હતું.

અમારા બંનેનું રાજકીય બેકગ્રાઉન્ડ છે. મારા દાદા- બેરિસ્ટર રજની પટેલે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની સાથે કામ કર્યું છે, જ્યારે અહેમદ પટેલે સોનિયા ગાંધીની સાથે કામ કર્યું છે. અમારા બંનેના પરિવારો એકબીજાને ત્રણ પેઢીઓથી પરિચિત છે. હું અહમદ (ફૈઝલના પિતા) અંકલની બહુ નજીક હતી. ફૈઝલ અને મારા કેટલાક મિત્રો પણ કોમન છે. અમીષાએ કહ્યું હતું કે તેનું હાલ લગ્ન કરવાનું કોઈ આયોજન નથી. મારી પાસે હાલ લગ્ન કરવાનો સમય નથી. અમીષા હાલ સની દેઓલની સાથે ગદર-2ના શૂટિંગમાં વ્યસ્ત છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]