મુંબઈઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના 10 અબજ યુએસ ડોલરના ગ્લોબલ મીડિયમ ટર્મ નોટ (MTN) પ્રોગ્રામ હેઠળ 60 કરોડ યુએસ ડોલરનાં ફોરેન કરન્સી બોન્ડ્સ ઈન્ડિયા INXના ગ્લોબલ સિક્યુરિટી માર્કેટ પર લિસ્ટ કર્યા છે.
આ બોન્ડ્સ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની લંડન બ્રાન્ચ દ્વારા ઈશ્યુ કરવામાં આવ્યાં છે, જે વાર્ષિક 1.80 ટકાનો રેકોર્ડ નીચો કૂપન રેટ ધરાવે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનાં કુલ 2.6 અબજ યુએસ ડોલરનાં બોન્ડ્સ ઈન્ડિયા INXના પ્લેટફોર્મ લિસ્ટ છે.
ગ્લોબલ સિક્યુરિટી માર્કેટ ગિફ્ટ IFSC ખાતેનું અગ્રણી પ્લેટફોર્મ બની રહ્યું છે. તે ઈન્ટરનેશનલ ધોરણોએ ફોરેન કરન્સી બોન્ડ્સ દ્વારા ભંડોળ એકત્ર કરવાની સુવિધા પૂરી પાડે છે. આ પ્લેટફોર્મના જાન્યુઆરી 2018માં થયેલા પ્રારંભથી અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મ પર 48.5 અબજ યુએસ ડોલરનાં એમટીએન બોન્ડ્સ ઈશ્યુ થયાં છે અને 24.5 અબજ યુએસ ડોલરનાં બોન્ડ્સ લિસ્ટ થયાં છે.