વિશ્વની ટોપ-500ની યાદીમાં ભારતની 11 કંપનીઓ સામેલ

મુંબઈઃ વિશ્વની 500 સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં ભારતની ખાનગી ક્ષેત્રની 11 કંપનીઓએ સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ભારત દસમા સ્થાન પર છે, એમ હુરુન ગ્લોબલ 500 રિપોર્ટથી મળી છે. આ 11 ભારતીય કંપનીઓનું કુલ મૂલ્ય ગયા વર્ષથી 14 ટકા વધ્યું છે. એનું મૂલ્યાંકન $ 805 અબજ આંકવામાં આવ્યું છે. જે ભારતના જીડીપીના આશરે એક તૃતીયાંશ છે.

આઇટીસ અને આઇસીઆઇસીઆઇ બેન્ક સિવાય યાદીમાં બધી ભારતીય કંપનીનું મૂલ્ય વર્ષ 2020માં વધ્યું છે. મુકેશ અંબાણીની આગેવાની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતીય કંપનીઓમાં ટોચ પર છે એક ડિસેમ્બર સુધી કંપનીનું એમ-કેપ 20.5 ટકા ઊછળીને $ 168.8 અબજે પહોંચ્યું છે. કંપની વૈશ્વિક યાદીમાં 54મા સ્થાને છે. એ પછી ટીસીએસનું એમ-કેપ 30 ટકા વધીને $139 અબજ છે. કંપની 73મા સ્થાને છે. એ દેશની સૌથી વધુ મૂલ્યવાન કંપની છે. આ જ રીતે એચડીએફસી બેન્કનું એમ-કેપ 11.5 ટકા વધી $107.5 અબજ, એચયુએલનું 3.3 ટકા વધી $68.2 અબજ, ઇન્ફોસિસનું 56.6 ટકા વધી $66 અબજ, એચડીએફસીનું 2.1 ટકા વધીને $56.4 અબજ છે. કોટક મહિન્દ્રાનું મૂલ્યાંકન 16.8 ટકા વધી $50.6 અબજ, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્કનું વેલ્યુએશન 0.5 ટકા ઘટી $45.6 અબજ –બેન્ક યાદીમાં 316મા સ્થાને છે. આઇટીસીનું મૂલ્યાંકન 22 ટકા ઘટીને $32.6 અબજ ડોલર રહ્યું. એ યાદીમાં 480મા સ્થાને છે.

500 કંપનીમાં આ યાદીમાં એપલ $2100 અબજના એમ-કેપ સાથે ટોચના સ્થાને છે. બીજા સ્થાને $1600 અબજની સાથે માઇક્રોસોફ્ટ છે. આ યાદીમાં સૌથી વધુ 242 કંપનીઓ અમેરિકાની છે, જ્યારે ચીનની 51 અને જાપાનની 30 કંપનીઓ છે.