MFના ચોખ્ખા ઈક્વિટી પ્રવાહમાં સ્ટારMFનો હિસ્સો 47 ટકા

મુંબઈઃ દેશના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના ચોખ્ખા ઈક્વિટી રોકાણના પ્રવાહમાં ઓક્ટોબરમાં BSE સ્ટારMFનો હિસ્સો 47 ટકા રહ્યો છે. ઉદ્યોગનો કુલ ચોખ્ખા ઈક્વિટી રોકાણની આવક રૂ.9390 કરોડ રહી હતી, જેમાં BSE સ્ટારMFનો હિસ્સો રૂ.4397 કરોડ રહ્યો છે. ઓક્ટોબરમાં સૌથી અધિક 2.10 કરોડ ટ્રાન્ઝેક્શન થયાં હતાં, જે સપ્ટેમ્બરનાં 2.08 કરોડ ટ્રાન્ઝેક્શન્સ હતાં.

BSE સ્ટારMF દ્વારા 10 ઓક્ટોબરે 34.29 લાખ ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ પૂર્વે 12 સપ્ટેમ્બર, 2022એ 32.48 લાખ ટ્રાન્ઝેક્શન્સ થયાં હતાં. ઓક્ટોબરમાં ઉદ્યોગમાં 19.73 લાખ નવા એસઆઈપી નોંધાયા હતા એમાં 10.49 લાખ રજિસ્ટ્રેશન સ્ટારMF પર નોંધાયાં હતાં એટલે કે દરેક બીજો SIP સ્ટારMFનો પર નોંધાય છે.

સ્ટારMF પર ટ્રાન્ઝક્શનની સંખ્યા નાણાકીય વર્ષ 2023માં 76 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2023માં ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા આગલા નાણાકીય વર્ષના 13.96 કરોડથી વધીને 18.47 કરોડ થઈ છે.