IC15 ઇન્ડેક્સ 600 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ એફટીએક્સની નાદારીને પગલે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં નિરાશાનો માહોલ સર્જાયો છે. તેને પગલે બજારમાં પાછલા ચોવીસ કલાકમાં વોલેટિલિટી રહી હતી. IC15 ઇન્ડેક્સના ઘટકોમાંથી સોલાના, પોલિગોન, અવાલાંશ અને ચેઇનલિંકમાં 8થી 10 ટકાનો ઘટાડો થયો હતો. ડોઝકોઇનમાં છ ટકાનો વધારો થયો હતો. બિટકોઇન 17,000 ડોલરની નીચે ટ્રેડ થઈ રહ્યો છે.

પાછલા દિવસોમાં બિનાન્સ, ઓકેએક્સ, કુકોઇન અને ક્રીપ્ટો ડોટ કોમ જેવાં મોટાં ક્રિપ્ટો એક્સચેન્જોએ પોતપોતાની અનામત જાહેર કરી છે, જેથી રોકાણકારોનો વિશ્વાસ ટકી રહે.

આ અગાઉ ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.3 ટકા (600 પોઇન્ટ) ઘટીને 25,395 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,995 ખૂલીને 26,430 પોઇન્ટની ઉપલી અને 24,527 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
25,995 પોઇન્ટ 26,430 પોઇન્ટ 24,527 પોઇન્ટ 25,395 પોઇન્ટ
ડેટાનો સમયઃ 12-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)