બિપાશા બાસુ-કરણ સિંહ ગ્રોવરના ઘરે દીકરીનો જન્મ થયો

આલિયા બાદ હવે બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ પણ માતા બની ગઈ છે. બિપાશા બાસુ અને ફિલ્મ અભિનેતા કરણ સિંહ ગ્રોવરના ઘરે એક નાનકડી દેવદૂતનો જન્મ થયો છે. બિપાશાએ મુંબઈના ખારમાં આવેલી હિન્દુજા હોસ્પિટલમાં એક દીકરીને જન્મ આપ્યો છે. બીજી તરફ બિપાશા અને કરણ નાની રાજકુમારીના આવવાથી ખુશ છે. તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે.

બિપાશાએ ઓગસ્ટમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી

ઓગસ્ટમાં બિપાશા અને કરણે જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં તેમના ઘરે એક નાનો મહેમાન આવશે. ત્યારથી બિપાશા તેના પ્રશંસકો સાથે ઇન્સ્ટાગ્રામ પર તેની ગર્ભાવસ્થાની મુસાફરી શેર કરી રહી છે. બિપાશાના બેબી શાવરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

બિપાશા-કરણના લગ્ન 2016માં થયા હતા

તમને જણાવી દઈએ કે બિપાશા અને કરણે 30 એપ્રિલ 2016ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી બંને ઈચ્છતા હતા કે ઘરમાં બાળકની કિલકલારી સાંભળવા મળે. ત્યારે હવે તેમના ઘરી દીકરીનો જન્મ થયો છે. આ પ્રસંગે ચાહકો અને સેલેબ્સ બિપાશા અને કરણને અભિનંદન આપી રહ્યા છે. ચાહકો પણ દીકરીની એક ઝલક મેળવવા માટે બેતાબ બની ગયા છે.