અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં તેજી થઈ હતી, જેથી સેન્સેક્સ 629 પોઇન્ટ ઊછળ્યો હતો. જ્યારે નિફ્ટી 18,500ની પાસે પહોંચ્યો હતો, જે નિફ્ટીનો પાંચ મહિનામાં સૌથી ઊંચો સ્તર છે. સૌથી વધુ રિયલ્ટી, આઇટી, FMCG, મેટલ અને બેન્કિંગ શેરોમાં જોવા મળી હતી. રોકાણકારોની સંપત્તિમાં પણ આશરે રૂ. 2.30 લાખ કરોડનો વધારો થયો હતો. મિડકેપ અને સ્મોલ કેપ શેરો પણ તેજી સાથે બંધ થયા હતા.
ઘરેલુ બજારમાં સેન્સેક્સ 629.07 પોઇન્ટ વધીને 62,501.69ના મથાળે બંધ રહ્યો હતો અને નિફ્ટી 50 ઇન્ડેક્સ 178.20 પોઇન્ટ ઊછળીને 18,499.35ના મથાળે બંધ રહ્યો હતો. બજારમાં સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ મેટલ, FMCG, IT, રિયલ એસ્ટેટ, ફાર્મા અને PSU બેન્કના શેરો એક-એક ટકા વધીને બંધ રહ્યા હતા. BSE મિડકેપ 0.8 ટકા અને સ્મોલ કેપ 0.5 ટકા ઊછળીને બંધ રહ્યા હતા.
ફોરેન કરન્સી માર્કેટમાં અમેરિકી ડોલરની તુલનાએ રૂપિયો 18 પૈસા વધીને 82.56ના સ્તરે બંધ આવ્યો હતો.
રોકાણકારોએ 2.30 લાખ કરોડનો વધારો
BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ વધીને રૂ. 282.63 લાખ કરોડે પહોંચ્યું હતું, જે આગલા દિવસે રૂ. 280.33 લાખ કરોડ હતું. આ રીતે લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 2.30 લાખ કરોડનો વધારો થયો છે.
NSE મિકેપ 0.82 ટકા વધીને 26,803.15ના સ્તરે બંધ થયો છે, જ્યારે NSEના સ્મોલકેપ 0.49 ટકા વધ્યો હતો.
BSE એક્સચેન્જ પર કુલ 3630 શેરોમાં કામકાજ જોવા મળ્યાં હતાં, જેમાં 1964 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1527 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે 139 શેરો સ્થિર રહ્યા હતા.