રશિયા-યૂક્રેન યુદ્ધનો ભય ટળ્યોઃ ક્રીપ્ટોકરન્સીના રોકાણકારોને રાહત

મુંબઈઃ એશિયન ટ્રેડમાં બિટકોઇન બુધવારે 38,000 ડૉલરની સપાટી કુદાવી ગયો હતો. અમેરિકાએ રશિયા પર લાદેલાં પ્રતિબંધોને લીધે યુદ્ધ ફાટી નીકળવાનો ડર ઘટી જવાને લીધે રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો.

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પૂર્વ યુક્રેનના ડોનેત્સ્ક અને લુહાન્સ્ક પ્રદેશને યુક્રેનથી સ્વતંત્ર જાહેર કર્યા અને શાંતિરક્ષક દળ મોકલ્યાં તેને પગલે અમેરિકાના પ્રમુખ જો બાઇડને રશિયા પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. બાઇડને રશિયા અને અમેરિકા વચ્ચે વેપાર અને રોકાણ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે. યુનાઇટેડ કિંગડમે પણ રશિયા પર મોટાં પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે બિટકોઇન લગભગ 5 ટકા વધીને 38,851 ડૉલર સુધી પહોંચ્યો છે. ગયા સપ્તાહમાં તેમાં આશરે 15 ટકાનો ઘટાડો થયો હતો. બીજા ક્રમાંકની ક્રીપ્ટોકરન્સી ઈથેરિયમ સાત ટકા વધીને 2,716 ડૉલર પર પહોંચ્યો છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.58 ટકા (2,461 પોઇન્ટ) વધીને 56,250 પોઇન્ટ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સ 53,789 ખૂલીને 56,370 સુધી ઉંચે અને 53,635 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
53,789 પોઇન્ટ 56,370 પોઇન્ટ 53,635 પોઇન્ટ 56,250

પોઇન્ટ

ડેટાનો સમયઃ 23-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)