રિલાયન્સનો રાઇટ ઈશ્યુ 1.1 ગણો છલકાયો

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના રૂ. 53,124 કરોડના રાઇટ ઇશ્યુને શેરધારકો પાસેથી પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે. કંપનીનો આ ઇશ્યુ પહેલી જૂન, 2020એ જ 1.1 ગણો ઓવરસબસ્ક્રાઇબ્ડ થયો છે અને આ ઇશ્યુ આડે હજી બે દિવસ બાકી છે. સ્ટોક એક્સચેન્જીસના સબસ્ક્રિપ્શન ડેટાએ દર્શાવ્યું છે કે પહેલી જૂનના સાંજે પાંચ કલાક સુધી કંપનીને 42.26 કરોડ શેરોની ઓફર સામે 46.04 કરોડ અરજી મળી છે., જે 8.9 ટકા વધુ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનેને રાઇટ્સ ઇશ્યુના મહત્ત્વના મુદ્દા નીચે મુજબ છે.

  1. કંપનીને રાઇટ્સ ઇશ્યુમાં રોકાણકારો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે.
  2. કંપનીને રાઇટ્સ ઇશ્યુ 1.1 ટકા છલકાયો, ઇશ્યુ હજી બે દિવસ ખુલ્લો છે.

a BSEને આ રાઇટ્સ ઇશ્યુ પૈકી 44.85 કરોડની અરજીઓ મળી છે.

b NSEએ રાઇટ્સ ઇશ્યુ પૈકી 0.57 કરોડની અરજીઓ મેળવી છે.

c  non-ASBA બિડ 0.62 કરોડ રાઇટ્સ શેર્સ છે (રજિસ્ટ્રાર પાસેથી R-WAP પ્રાપ્ર થયેલા છે)

3 કંપનીનો રાઇટ્સ ઇશ્યુ ઓવરસબસ્ક્રિપ્શન સૂચવે છે કે શેરહોલ્ડરોએ તેમના એનટાઇટલમેન્ટ કરતાં વધુ રાઇટ્સ શેરોની અરજી કરી છે.

4 આ રાઇટ્સ ઇશ્યુ હજી બે દિવસ બાકી છે અને એ જોવા મળ્યું છે કે અત્યાર સુધીમાં આવા મોટા ઇશ્યુમાં શેરોની ફાળવણી અચૂક થાય છે, સંસ્થાકીય રોકાણકારો છેલ્લા દિવસોમાં જ અરજી કરતા હોય છે. આનો અર્થ એ થયો કે હજી આ ઇશ્યુ અનેક ગણો છલકાઈ શકે છે.

5 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આનંદ એ વાતનો છે કે કંપનીને હંમેશં મોટી સંખ્યામાં શેરહોલ્ડરો ટેકો પૂરો પાડે છે. કંપનીના 25.4 રિટેલ શેરહોલ્ડરો છે- સ્થાનિક અને વિદેશી થઈને 1700 સંસ્થાકીય રોકાણકારો છે, જેમનું કંપનીમાં મૂડીરોકાણ છે.

6 કોવિડ-19ના કટોકટી જેવા સમયે કંપનીમાં જે રીતે નોંધપાત્ર સબસ્ક્રિપ્શન થયું છે, એ દર્શાવે છે કે  કંપનીના ભાવિ અને પ્રમોટરોમાં દરેક પ્રકારના રોકાણકારોનો આત્મવિશ્વાસ અને પ્રતિબદ્ધતા છે.

  1. રિલાયન્સના રાઇટ્સ ઇશ્યુ જે રીતે છલકાયો છે, કેમ કે એની તુલના તાજેતરના ભૂતકાળમાં આવેલા તેના પ્રતિસ્પર્ધી સાથે કરીએ તો સમજાય છે કે એ ઘણો નોંધપાત્ર છે. મિડિયા અહેવાલો કહે છે કે ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા રાઇટ્સ ઇશ્યુ એપ્રિલ-મે, 2019 દરમ્યાન આવ્યા હતા, જે પાંચ ટકા-આઠ ટકા છલકાયા હતા. આ દરેક ઇશ્યુ રિલાયન્સના રાઇટ્સ ઇશ્યુ કરતાં અડધા કદના હતા.

8 અગાઉ કંપનીએ નવું ટ્રેડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ REs બનાવ્યું હતું, જેનું પ્રીમિયમ વેલ્યુએશન હતું, જેના લીધે લિક્વિડિટી વધી હતી અને એમાં ગુણવત્તાયુક્ત રોકાણકારોને એમાં ભારે રસ દાખવ્યો હતો. REsનો કદી પણ એની ઇનટ્રિનસિક કિંમતથી નીચે સોદો થયો નહોતો, જે ભારતીય મૂડીબજારો માટે એક સીમાચિહ્નરૂપ હતો. ( તાજેતરના ભૂતકાળમાં એ જોવા મળ્યું હતું કે અન્ય કંપનીના આવા જ આ રાઇટ એન્ટાઇલમન્ટ્સ હંમેશાં  ઇનટ્રિનસિક મૂલ્યના સરેરાશ 43 ટકા ડિસ્કાઉન્ટમાં સોદા થયા હતા).

9 RIL-REsએ કંપનીના શેરહોલ્ડરો માટે રૂ. 9500 કરોડનું મૂલ્ય ઊભું કર્યું હતું.

10 ત્રણ દાયકામાં RILનો સૌપ્રથમ રાઇટ ઇશ્યુ ત્રીજી જૂન, 2020એ બંધ થશે. કંપની આ રાઇટ ઇશ્યુ 1:15ના રેશિયો સાથે આવી છે. કંપનીએ બધા શેરહોલ્ડરો તેના  ગ્રોથમાં ભાગ લેવા માટે ગ્રાહકલક્ષી ટેક્નોલોજી બિઝનેસીસ સાથે જોડવાનું શરૂ કર્યું, જેમાં નવા વ્યૂહાત્મક રોકાણકારો પણ જોડાશે. જેથી કંપનીએ આ ઇશ્યુને ઇન્વેસ્ટર ફ્રેન્ડલી રાખતાં રાઇટ ઇશ્યુની કિમત રૂ. 1257 રાખી છે, જે શેરહોલ્ડરે ત્રણ હપતામાં -18 મહિનામાં ચૂકવવાના રહેશે. જેમાં શેરહોલ્ડરોએ ત્રીજી જૂન, 2020એ અરજી સાથે 25 ટકા, મે 2021માં 25 ટકા અને બાકીના 50 ટકા નવેમ્બર, 2021માં ચૂકવવાના રહેશે.

મહત્ત્વના ડેટા

કુલ શેર્સ (કરોડમાં)
RIL’s ઇક્વિટી કેપિટલ 633.93
રાઇટ્સ ઇશ્યુનું કદ  42.26

 

31 માર્ચ, 2020 RIL શેરહોલ્ડિંગ (%)
પ્રમોટર્સ   48.9
પબ્લિક સંસ્થાકીય 37.2
બિન સંસ્થાકીય 11.6
કસ્ટોડિયન (DRs) 2.4
કુલ   100

  સ્રોત BSE

બિનસંસ્થાકીય શેરહોલ્ડર્સ માટે બ્રેક-અપ(31 માર્ચ, 2020) શેરોની સંખ્યા

(કરોડમાં)

 કુલ ટકાવારી
વ્યક્તિગત 55.5  8.8
કોર્પોરેટ સંસ્થાઓ 5.8  0.9
બિનનિવાસી ભારતીય (NRI) 3.3  0.5
ટ્રસ્ટ્સ/ HUFs  4.0 0.6
ક્લિયરિંગ મેમ્બર્સ/ અનક્લેમ્ડ/ IEPF   4.8 0.8
કુલ 73.5 11.6
સ્રોત:  BSE

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]