મુંબઈઃ મુકેશ અંબાણીના નેતૃત્ત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) કંપનીએ પાંચ અબજ ડોલરનું બેક-ટુ-બેક વિદેશી કરન્સી ધિરાણ મેળવ્યું છે.
ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, RILની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ કંપનીએ ગયા મંગળવારે બે અબજ ડોલરની લોન મેળવી છે. એ જ શરતો હેઠળ આ જ કંપનીએ તાજેતરમાં 3 અબજ ડોલરની સિન્ડિકેટેડ લોન મેળવી હતી. કાચા તેલ ઉત્પાદનથી લઈને ટેલિકોમ બિઝનેસમાં સક્રિય RIL ગ્રુપે ગયા અઠવાડિયે 55 બેન્ક પાસેથી 3 અબજ ડોલરની લોન મેળવી હતી અને હવે 18 બેન્કો પાસેથી બીજા બે અબજ ડોલરની લોન મેળવી છે. ઉદ્યોગના જાણકારોના જણાવ્યા મુજબ, RIL ગ્રુપ આ ફંડનો ઉપયોગ કંપનીના મૂડીખર્ચ માટે તેમજ જિયોના દેશવ્યાપી 5G વિસ્તરણ માટે કરશે.