નવી દિલ્હીઃ એડટેક કંપની બાયજૂસ (Byju’s) પર ફેમા (FEMA)ના ઉલ્લંઘનને મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા હતા. EDએ કહ્યું હતું કે એણે ફોરેન કરન્સીના કથિત ઉલ્લઁઘનને લઈને એડટેક સ્ટાર્ટઅપથી જોડાયેલા પ્રાંગણમાં તપાસ કરી હતી. આ દરોડા દરમ્યાન વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યા હતા.
EDએ કહ્યું હતું કે ફેમાની જોગવાઈઓ હેઠળ બેંગલુરુમાં બાયજુ રવીન્દ્રન અને તેમની થિંક એન્ડ લર્ન પ્રા. લિ.ના ત્રણ બિલ્ડિંગોમાં તપાસ અને જપ્તી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ત્રણ બિલ્ડિંગોમાં બે સત્તાવાર અને એક નિવાસસ્થાન સામેલ છે.
બાયજુ રવીન્દ્રનની કંપની તિંક એન્ડ લર્ન પ્રા. લિ. 22 અબજ ડોલરમાં ભારતમાં સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ, ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફર્મ બાયજૂસ ચલાવે છે. કંપનીએ ટાઇગર ગ્લોબલ, સિકોઇયા કેપિટલ, જનરલ એટલાન્ટિક, પ્રોસેસ બ્લેકરોક અને ટેન્સેટ સહિત અનેક રોકાણકારોને પોતાના ટેકેદારોમાં દર્શાવે છે.
EDએ કહ્યું હતું કે તપાસ અને જપ્તી કાર્યવાહીમાં વિવિધ વાંધજનક દસ્તાવેજ અને ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યા હતા. આ દરોડામાં કંપનીને 2011થી 2023ના સમયગાળામાં રૂ. 28,000 કરોડનું સીધું વિદેશી મૂડીરોકાણ પ્રાપ્ત થયું હતું.
કંપનીએ એSવર્ટિઝમેન્ટ અને માર્કેટિંગ ખર્ચને નામે આશરે રૂ. 944 કરોડ બુક કર્યા છે, જેમાં વિદેશી અધિકાર ક્ષેત્રમાં મોકલવામાં આવી હતી. કંપનીએ નાણાકીય વર્ષ 2020-21માં ખાતાઓનું ઓડિટ નહોતું કરવામાં આવ્યું હતું, જે ફરજિયાત છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ED અધિકારીઓના હાલના દરોડા ફેમા હેઠળ એક નિયમિત તપાસ સંબંધિત હતી.