મૂકેશ અંબાણી દુનિયાના 8માં સૌથી અમીર વ્યક્તિ,પ્રથમવાર ટોપ 10માં શામેલ

નવી દિલ્હીઃ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણી દુનિયાના ટોપ અમીરોના લિસ્ટમાં શામેલ થઈ ગયાં છે. તેમની નેટવર્ષ 54 અબજ ડોલર જેટલી છે. બીજી બાજુ તેમના ભાઈ અનિલ અંબાણીની નેટવર્થમાં 65 ટકાના નુકસાન સાથે તેઓ દેવાદાર થવાની કગાર પર છે. રીસર્ચ ફર્મ હુરુને 2019 નું ગ્લોબર રિચ લિસ્ટ જાહેર કર્યું છે.

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર અમેજનના ફાઉન્ડર અને સીઈઓ જેફ બેજોસ સતત બીજા વર્ષે પ્રથમ નંબર પર છે. તો અંબાણી ગૂગલના સર્જેઈ બ્રિન સાથે સંયુક્ત રુપથી આઠમાં સ્થાન પર છે.

રીલાયંસ ઈન્ડસ્ટ્રીઝનો માર્કેટ કેપ ગત મહિને 8 લાખ કરોડ રુપિયાની પાર ગયો હતો. રીલાયન્સમાં મુકેશ અંબાણીની ભાગીદારી આશરે 52 ટકા જેટલી છે. તેમના ભાઈ અનિલ અંબાણીની નેટવર્થ અત્યારે 1.9 અબજ ડોલર રુપિયા છે.

લિસ્ટમાં શામેલ અન્ય ભારતીય અમીરોમાં હિંદુજા ગ્રુપના ચેરમેન એસપી હિંદુજા 21 અબજ ડોલરની નેટવર્થ સાથે બીજા અને વિપ્રોના ચેરમેન અજીજ પ્રેમની 17 અબજ ડોલરના નેટવર્થ સાથે ત્રીજા સ્થાન પર છે.

 

  •  દુનિયાના ટોપ-10 અમીર ઉદ્યોગપતિ
નામ/દેશ નેટવર્થ

(રુપિયા)

2018 ના મુકાબલે નેટવર્થમાં વધારો/ઘટાડો
જેફ બેજોસ

અમેરિકા

10 લાખ કરોડ 20%
બિલ ગેટ્સ

અમેરિકા

6.8 લાખ કરોડ 7%
વોરેન બફેટ

અમેરિકા

6.3 લાખ કરોડ -14%
બર્નાડ અર્નાલ્ટ,ફ્રાંસ 6.1 લાખ કરોડ 10%
માર્ક ઝુકરબર્ગ

અમેરિકા

5.6 લાખ કરોડ 1%
કાર્લોસ સ્લિમ

મેક્સિકો

4.6 લાખ કરોડ -1%
અર્માનિકો

ઓર્ટેગા, સ્પેન

3.9 લાખ કરોડ -23%
મૂકેશ અંબાણી

ભારત

3.8 લાખ કરોડ 20%
સર્જેઈ બ્રિન

અમેરિકા

3.8 લાખ કરોડ 20%
લૈરી પેજ

અમેરિકા

3.7 લાખ કરોડ 6%