પૂર્વ એર ચીફ માર્શલઃ પાયલોટ મુદ્દે પાકિસ્તાન કોઈ મૂર્ખતા નહીં કરે

નવી દિલ્હી- ભારત પાકિસ્તાન વચ્ચેનું વાતાવરણ વધુ બગડ્યું છે. હાલ દેશ ચિંતામાં છે કે આપણો પાયલોટ પાકિસ્તાનથી સ્વદેશ પરત ફરશે કે નહી. જેને પાકિસ્તાનને પકડી લીધાં હોવાનો દાવો કર્યો છે. આવા તંગદિલીભર્યાં માહોલમાં પૂર્વ એરચીફ માર્શલ અરુપ રાહાએ એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે આવા યુદ્ધની સ્થિતિમાં આ એક કોલૈટરલ ડેમેજ છે, અને આશા છે કે પાકિસ્તાન કોઈ મૂખર્તા નહી કરે.

રાહાએ વધુમાં કહ્યું હતું કે યુદ્ધ બંધ માટે આતંરરાષ્ટ્રીય કાયદા છે, જેને આપણે પાલન કરીએ છીએ. પણ આપણો પાડોશી દેશ દરેક સમયે જેનેવા કન્વેન્શનના કાયદાને માનતો નથી. જો કે પૂર્વ એર ચીફે કહ્યું છે કે પણ મને નથી લાગતું કે આવા સમયે પાકિસ્તાન કોઈ મુખર્તા કરે. કારણ કે પૂરો આતંરરાષ્ટ્રીય સમુદાય હાલ જોઈ રહ્યો છે, અને જો એવું કંઈપણ કરશે તો તેને અમારા તરફથી જોરદાર જવાબ આપવામાં આવશે.

ભારતીય વાયુ સેનાના પૂર્વ અન્ય અધિકારીઓના કહેવા પ્રમાણે હું પુરી રીતે વિશ્વાસ ધરાવું છું કે કૂટનીતિક ચેનલ દ્વારા હાલત ઝડપથી સુધરશે અને શાંતિ કાયમ થશે, કારણ કે અમે યુદ્ધ નથી ઈચ્છતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સ્થિત આતંકીઓના સ્થળ પર એક્શનના બીજા દિવસે બુધવારે સવારે પડોશી દેશે ભારતીય સૈન્યના સ્થળો પર હૂમલો કરવાની નાકામ કોશિષ કરી હતી. જવાબી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનના એક લડાકૂ વિમાનને તોડી પાડ્યું છે. પણ ઓપરેશન દરમિયાન દેશનું એક જેટ વિમાન પણ નષ્ટ થયું છે અને એક પાયલોટ લાપત્તા છે. જો કે સોશિયલ મીડિયા અને પાકિસ્તાન તરફથી કેટલીક તસવીરો અને વિડિયો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભારતીય પાયલોટને પકડવાનો દાવો કરવામાં આવ્યો છે.

પાકિસ્તાની સેનાએ 46 સેકન્ડનો એક વિડિયો જાહેર કર્યો છે, જેમાં એક શખસની આંખ પર પટ્ટી બાંધી છે અને દાવો કર્યો છે કે તે ભારતીય વાયુસેનાના વિગ કમાન્ડર અભિનંદન છે. વિડિયોમાં તે શખસ કહી રહ્યો છે કે હું ભારતીય વાયુસેનાનો અધિકારી છું અને મારો સર્વિસ નંબર 27981 છે. જો કે અત્યાર સુધી આ વિડિયોની સત્યતા પુરવાર થઈ શકી નથી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]