ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વલણઃ આઇસી15-ઇન્ડેક્સમાં 240-પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. અમેરિકન સ્ટોક માર્કેટમાં આવેલા સુધારાને પગલે ક્રીપ્ટોમાં પણ સુધારો થયો હતો, પરંતુ એ હંગામી નીવડ્યો હતો અને સાંજ સુધીમાં સારો એવો ઘટાડો નોંધાયો હતો.

નિષ્ણાતોએ જણાવ્યા મુજબ આર્થિક પરિબળોની નબળાઈને લીધે ક્રીપ્ટો માર્કેટનો ઉછાળો લાંબો ચાલે એવો ન હતો. ક્રીપ્ટોકરન્સી કંપનીઓ બજારના કપરા સંજોગોને ધ્યાનમાં લઈને હવે કર્મચારીઓની છટણી કરવા લાગી છે.

બિટકોઇન દોઢ ટકાના ઘટાડા સાથે 29,622 ડોલરના ભાવે પહોંચ્યો હતો. ઈથેરિયમમાં 3.72 ટકાનો ઘટાડો થતાં ભાવ 1,761 ડોલર થયો હતો. કાર્ડાનોમાં 3.83 ટકા, સોલાનામાં 6.64 ટકા, ડોઝકોઇનમાં 1.74 ટકા તથા પોલકાડોટમાં 2.90 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.61 ટકા (240 પોઇન્ટ) ઘટીને 39,148 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,389 ખૂલીને 40,368 સુધીની ઉપલી અને 38,921 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
39,389 પોઇન્ટ 40,368 પોઇન્ટ 38,921 પોઇન્ટ 39,148 પોઇન્ટ

ડેટાનો સમયઃ 3-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)