મુંબઈઃ લક્ઝરી કાર ઉત્પાદક કંપની મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ કહ્યું છે કે તે આવતી 1 એપ્રિલથી તેની વિવિધ મોડેલની કારની કિંમતમાં રૂ. 2 લાખથી લઈને રૂ. 12 લાખ વચ્ચેનો વધારો કરવાની છે. કાચા માલની કિંમતમાં થયેલા વધારા તેમજ ખાસ કરીને વિદેશી હુંડિયામણની વિપરીત અસરને કારણે તેણે કારની કિંમતમાં વધારો કરવાનું નક્કી કર્યું છે.
મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ ત્રણ મહિનામાં આ બીજી વખત તેના વાહનોની કિંમતમાં વધારો કર્યો છે. 1 એપ્રિલ, 2023થી તેની વિવિધ રેન્જની કારોની એક્સ-શોરૂમ કિંમત પાંચ ટકા સુધી વધી જશે.