બજેટને શેરબજારે વધાવ્યું: સેન્સેક્સ, નિફ્ટીમાં તેજી

નવી દિલ્હીઃ નાણાપ્રધાને સંસદમાં બજેટ ભાષણ રજૂ કર્યું હતું. જે દરમ્યાન બજારમાં સતત ઉતાર-ચઢાવનો સિલસિલો જારી રહ્યો હતો. નાણાપ્રધાનના ભાષણના પ્રારંભ સાથે સેન્સેક્સ 400 પોઇન્ટ ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી 100 પોઇન્ટ મજબૂત હતો. જોકે નાણાપ્રધાનનું બજેટ ભાષણ પૂરું થવા સાથે નિફ્ટીએ 14,000ની મહત્ત્વની સપાટી વટાવી હતી. જ્યારે સેન્સેક્સ 1700 પોઇન્ટ તેજીમાં હતું, જ્યારે નિફ્ટી 500 પોઇન્ટની તેજી હતી.  મિડકેપ ઇન્ડેક્સ પણ  400 પોઇન્ટ ઊછળ્યો હતો. નિફ્ટી બેન્કમાં પણ ભારે તેજી થઈ હતી. નિફ્ટી બેન્ક 32,500ની ઉપર પહોંચ્યો હતો. બજારમાં એક જૂન,2020 પછીની સૌથી મોટી તેજી થઈ હતી. સરકારના બજેટને બજારે તેજીરૂપી સલામી આપી હતી.

સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જાહેર ખર્ચ વધારવાની સાથે વીમા ક્ષેત્રે એફડીઆઇ લિમિટ વધારી હતી. જેથી સ્ટીલ, સિમેન્ટ કંપનીઓના શેરોમાં ઉછાળો આવ્યો હતો. સરકારે માર્જિન મનીમાં જરૂરિયાત 25 ટકાથી ઘટાડીને 15 ટકા કર્યો હતો.

બજારના નિષ્ણાતોએ આ બજેટને હકારાત્મક ગણાવ્યું હતું. તેમણે બજાર માટે પ્રોત્સાહક બજાર ગણાવ્યું હતું. નિષ્ણાતોએ બજેટને 10માંથી આઠ માર્કેટ આપ્યા હતા.