કેન્દ્રીય બજેટ-2021ની મુખ્ય વિશેષતાઓઃ

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનના બજેટ પ્રવચનના મુખ્ય અંશોઃ

    • આત્મનિર્ભર ભારત પર ભાર 
    • બજેટ દિવસના પ્રારંભે શેરબજારની પોઝિટિવ શરૂઆત
    • કોરોનાના કાળમાં સરકારે આત્મનિર્ભરતા માટે શરૂ કરેલું કાર્ય
    • આ બજેટ આર્થિક સુધારાને ટકાવી રાખશે
    • વૈશ્વિક અર્થતંત્ર પર કોરોનાને કારણે બોજ આવ્યો
    • આરોગ્ય સેવાને મહત્ત્વ આપવાની જાહેરાત 
    • કોવિડ-19 સામેની લડાઈ 2021માં પણ ચાલુ રહેશે
    • ટૂંક સમયમાં કોરોના માટેની વધુ રસીઓ આવવાની સંભાવના
    • સર્વાંગી આરોગ્યના પોર્ટલનું વિસ્તરણ કરવામાં આવશે
    • નાગરિકોના પોષણ માટેની યોજનાઓને એકત્રિત કરીને પોષણ અભિયાનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે.
    • સરકારે કોરોના કાળમાં 80 કરોડ ગરીબોને મફત ભોજન આપ્યું
    • આત્મનિર્ભર પેકેજ જીડીપીનો 13 ટકા હિસ્સો
    • સરકારે બહુ કઠિન સમય-સંજોગોમાં આ બજેટ તૈયાર કર્યું છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર સૌથી ઓછો છે
    • દેશમાં 8 કરોડ લોકોને મફતમાં રાંધણગેસ પૂરો પાડવામાં આવ્યો છે. 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપવામાં આવ્યું છે
    • 5 ટ્રિલ્યનનું અર્થતંત્ર બનાવવા માટે મેન્યુફેક્ચરિંગનું મહત્ત્વ છે. 
    • કોવિડ-19 રસી માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
    • રોગચાળા દરમ્યાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પેકેજની જાહેરાત
    • સાત મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્ક લોન્ચ
    • 7400 પ્રોજેક્ટ માટે નેશનલ ઇન્ફ્રા પાઇપલાઇનમાં
    • આરબીઆઇએ 27 લાખ કરોડ પેકેજનું એલાન કર્યું
    • આગામી ત્રણ વર્ષમાં સાત ટેક્સટાઇલ પાર્ક્સ સ્થાપવામાં આવશે.
    • વાઇરોલૉજી માટે પ્રાદેશિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે.
    • વિકાસકાર્યો માટે નાણાં આપનારી સંસ્થાની રચના કરવાની જાહેરાત
    • જૂનાં વાહનો માટે સ્ક્રેપિંગ પોલિસી
    • રેલવેની અને ઍરપોર્ટ્સની મિલકતોમાંથી સરકાર નાણાં ઊભાં કરશે.
    • ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની અને સરકારી ઍસેટ્સમાંથી નાણાં ઊભાં કરવાની જાહેરાતને પગલે સેન્સેક્સમાં તુરંત આવ્યો ઉછાળો. ઇન્ડેક્સ 650 પોઇન્ટ વધ્યો હતો, જે જાહેરાત બાદ 729 પોઇન્ટ વધ્યો
    • નાણાકીય વર્ષ 2022 માટે મૂડી ખર્ચ રૂ. 5.5 લાખ કરોડ
    • GAIL, IOC, HPCL સરકારી કંપનીઓની એસેટ્સ વેચવામાં આવશે.
    • આરોગ્ય સેવાને સુધારવા માટે 61,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 
    • વિકાસકાર્યો માટે નાણાં આપનારી સંસ્થાને 20,000 કરોડ રૂપિયાની મૂડી આપવામાં આવશે.
    • શહેરી સ્વચ્છતા માટે 1.41 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી
    • સરકારે અને રિઝર્વ બૅન્કે કોવિડને પગલે જાહેર કરેલાં રાહતનાં તમામ પગલાંનો કુલ ખર્ચ 27.1 લાખ કરોડ રૂપિયા થાય છે, જે કુલ રાષ્ટ્રીય પેદાશના 13 ટકા જટેલી રકમ છે. 
    • રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે નવા આર્થિક કોરિડોર બનાવવામાં આવશે.
    • માર્ગ પરિવહન મંત્રાલય માટે 1.18 કરોડ રૂપિયાની જોગવાઈ
    • મૂડીગત ખર્ચ માટે 5.54 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
    • જળજીવન મિશન માટે 2.87 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.
    • દેશના સર્વપ્રથમ કાગળરહિત બજેટનું ભાષણ ટેબ્લેટ પરથી વાંચી રહ્યાં છે નાણાપ્રધાન નિર્મલા સીતારામન
    • માર્ચ 2022 સુધીમાં 8,500 કિ.મી.ના હાઇવેનું બાંધકામ કરવામાં આવશે, જે હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યના ભાગરૂપે હશે.
    • ઑટો ક્ષેત્રને પ્રોત્સાહન મળે એ માટે નાણાપ્રધાને વાહનો ભંગારમાં કાઢવાને લગતી નીતિની જાહેરાત કરી.
    • જમ્મુ-કાશ્મીરમાં ગૅસની પાઇપલાઇન બિછાવવાનું કાર્ય શરૂ કરાશે
    • રેલવે માટે 1.10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવાની જાહેરાત.
    • શહેરોમાં હવાના પ્રદૂષણને નાથવા માટે 2,217 કરોડ રૂપિયા આપવામાં આવશે.
    • કોમોડિટી માર્કેટના વિકાસ માટે તેનું પરિતંત્ર વિકસાવવામાં આવશે.
    • વીમા ક્ષેત્રમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવી.
    • ગૅસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ (ગેઇલ) અને ઇન્ડિયન ઓઇલ કૉર્પોરેશન (આઇઓસી) તથા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ની પાઇપલાઇન વેચીને નાણાં ઊભાં કરવામાં આવશે. 
    • ઉજ્જવલા યોજના હેઠળ 1 કરોડ વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. 
    • સરકારી બૅન્કોના મૂડીકરણ માટે 20,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.
    • કૉર્પોરેટ ક્ષેત્ર માટેની પ્રોત્સાહક જાહેરાતોને પગલે સેન્સેક્સમાં લગભગ 2 ટકાનો ઉછાળો. 
    • નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન લાઇફ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશન (એલઆઇસી)નો આઇપીઓ લાવવામાં આવશે.
    • રૂ. 1.75 લાખ કરોડના ડિસઇન્વેટમેન્ટનું લક્ષ્ય
    • મૂડી ખર્ચ હેઠળ ગયા વર્ષની બજેટની જોગવાઈની તુલનાએ 34.5 ટકાનો વધારાની સાથે રૂ. 5.54 કરોડની જોગવાઈ. આને લીધે આવતા વર્ષે મોટા પાયે રોજગારીનું સર્જન થશે
    • નાણાકીય વર્ષ 2022 માટે સરકારી બેન્કો માટે રૂ. 20,000 કરોડની ફાળવણી
    • નાણાકીય વર્ષ 2022માં બે સરકારી બેન્ક વેચવામાં આવશે
    • આત્મનિર્ભર ભારત હેઠળ 13 ક્ષેત્રોના ઇન્ફ્રા સેક્ટરને ગ્લોબલ ચેમ્પિયન બનાવવા માટે પાંચ વર્ષમાં રૂ. 1.97 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે. જેનાથી સ્ટીલ, સિમેન્ટ અને ઇન્ફ્રા ક્ષેત્રે લાભ થવાની આશા.
    • આરોગ્ય બજેટ રૂ. 94,000 કરોડથી વધારીને રૂ. 2.38 લાખ કરોડની જાહેરાત.
    • શહેરી સ્વચ્છ ભારત મિશન માટે રૂ. 1,41,678 કરોડ પાંચ વર્ષમાં ખર્ચ કરાશે
      અત્યાર સુધીમાં 3800 કિ.મી.ના રસ્તાઓનું નિર્માણ કરાયું. માર્ચ, 2022 સુધી 8500 કિલોમીટર રસ્તાઓ બનાવાશે
    • ખેડૂતો માટે બધી કોમોડિટી પર MSP દોઢ ગણી કરવામાં આવી
    • મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વેગ આપવા માટે ઉત્પાદન સાથે સંકળાયેલી 1.97 લાખ કરોડ રૂપિયાની સવલતો આપવામાં આવશે.
    • આગામી નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટનાં તમામ પગલાંનો અમલ કરવામાં આવશે.
    • 2021-22 માટેનો ડિસઇન્વેસ્ટમેન્ટનો 1.75 લાખ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો.
    • કૉર્પોરેટ ક્ષેત્ર માટેની મોટી જાહેરાતઃ એક વ્યક્તિની કંપની સ્થાપવા માટે સરકારે આપી મંજૂરી
    • સરકારે કંપનીઝ ઍક્ટ 2013માં ફેરફાર કરવાની જાહેરાત કરી. હવે નાની કંપનીઓની વ્યાખ્યા બદલવામાં આવી છે. આવી કંપનીઓની મૂડીની મર્યાદા 50 લાખ રૂપિયાથી વધારીને 2 કરોડ રૂપિયા કરાઈ અને ટર્નઓવરની મર્યાદા 2 કરોડથી વધારીને 20 કરોડ રૂપિયા કરાઈ. 
    • આર્થિક મુશ્કેલીમાં સપડાયેલી બૅન્કોના થાપણદારોને રાહત આપવામાં આવશે. 
    • બજેટના ભાષણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૉર્પોરેટ ક્ષેત્ર પહેલાં આવ્યાં, કૃષિ ક્ષેત્ર પછીથી આવ્યું.
    • વર્ષ 2020-21માં 75,000 કરોડ રૂપિયાથી વધુ રકમ ઘઉંના ટેકાના ભાવના સ્વરૂપે ખેડૂતોને ચૂકવવામાં આવી. તેનો લાભ ઘઉંના 43 લાખ ખેડૂતોને થયો.
    • કૃષિ ક્ષેત્ર માટે 2021-22માં 16.5 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપવાનું લક્ષ્ય.
    • મત્સ્યવિકાસ માટે પાંચ મોટા કિનારાઓનો વિકાસ કરવામાં આવશે. 
    • બે સરકારી બૅન્કો અને એક સરકારી જનરલ ઇન્સ્યૉરન્સ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે. 
    • ભારત પેટ્રોલિયમ, કોન્કોર, પવનહંસ અને ઍર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ 2021-22માં કરવામાં આવશે. 
    • 2020-21માં ડાંગરના ખેડૂતોને 1.72 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી.
    • ગોલ્ડ એક્સચેન્જ માટે સેબી નિયામક
      બોન્ડ માર્કેટ માટે કાયમી સંસ્થાકીય માળખું બનાવાશે
    • પાવર ક્ષેત્ર માટે 3,05 984 કરોડની યોજના લાવવામાં આવશે
      સિક્યોરિટી માર્કેટ કોડ લોન્ચ કરવાની નાણાપ્રધાનની જાહેરાત
    • રેલવે બજેટ માટે રૂ. 1.1 લાખ કરોડનો ખર્ચ કરાશે
      46,000 કિમીની રેલવેની લાઇન ઇલેક્ટ્રિક ટ્રેનો દોડશે
      ટુરિસ્ટો માટે નવી ટ્રેનો ચલાવાશે અને નવા કોચ લગાવાશે.
    • તામિલનાડુમાં 3500 કિમી રોડ કોરિડોરનો પ્રસ્તાવ
      કેરળમાં રૂ. 65,000 કરોડના રસ્તાથી 1100 કિમી હાઇવેનું બાંધકામ
    • પ. બંગાળમાં રૂ. 95,000 કરોડના ખર્ચે 675 કિમી હાઇવે
      આસામમાં ત્રણ વર્ષમાં 1300 કિમી હાઇવેનું બાંધકામનું લક્ષ્ય
    • લદ્દાખના લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવામાં આવશે
    • 100 નવી સૈનિક સ્કૂલ સ્થાપિત કરાશે. આ સ્કૂલ એનજીઓ, ખાનગી સ્કૂલ અને રાજ્યોની સાથે મળીને ખોલવામાં આવશે
    • આસામ, બંગાળના ચાના બગીચામાં કામ કરતા કામદારો માટે રૂ. 1000 કરોડની ફાળવણી

વર્ષ 2021-22નું બજેટ આ છ પાયાઓ પર રચવામાં આવ્યું છેઃ

  • આરોગ્ય અને કલ્યાણ
  • ભૌતિક, નાણાકીય મૂડી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
  • મહત્ત્વાકાંક્ષી ભારત માટે સર્વાંગી વિકાસ
  • મનુષ્યબળની શક્તિઓમાં વૃદ્ધિ 
  • નવસર્જન અને સંશોધન-વિકાસ
  • લઘુતમ નિયમો, મહત્તમ વહીવટ

  • સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઔદ્યોગિક એકમો માટેની ફાળવણી બમણી કરવામાં આવશે. સરકાર 15,700 કરોડ રૂપિયા ફાળવશે.
  • દરિયાના પેટાળમાંથી સ્રોતો ઊભા કરવા માટે સરકાર ડીપ ઓશન મિશન હેઠળ આગામી ચાર વર્ષોમાં 4,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
  • નાણાકીય વર્ષ 2020-21 માટેની રાજકોષીય ખાધ કુલ રાષ્ટ્રીય પેદાશના 9.5 ટકા રહેવાની ધારણા
  • લઘુતમ વેતન યોજના તમામ શ્રેણીઓના કામદારો માટે લાગુ કરવામાં આવશે. મહિલાઓને પૂરતા રક્ષણ સાથે તમામ શ્રેણીઓમાં કામ કરવા દેવાશે.
  • વરિષ્ઠ નાગરિકો માટેની પ્રત્યક્ષ કરવેરાની જોગવાઈઓ જાહેર કરવામાં આવી. 75 વર્ષથી વધુ વયના નાગરિકોએ હવે આવક વેરાનું રિટર્ન નહીં ભરવું પડે. જેમને ફક્ત પેન્શન અને વ્યાજની આવક થતી હશે એવા આ વરિષ્ઠ નાગરિકો માટે જોગવાઈ કરવામાં આવી છે.
  • વર્ષ 2021-22 માટેની રાજકોષીય ખાધ કુલ રાષ્ટ્રીય પેદાશના 6.8 ટકા રાખવાનો લક્ષ્યાંક જાહેર કરાયો.
  • આવક વેરાનું એસેસમેન્ટ ફરીથી ખોલવા માટેની સમયમર્યાદા 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી. જે કેસમાં એક વર્ષની અંદર 50 લાખ રૂપિયા કે તેનાથી વધુની આવક છુપાડવામાં આવી હોવાનો નક્કર પુરાવો હશે એ કેસમાં એસેસમેન્ટ 10 વર્ષની અંદર ફરીથી ખોલવામાં આવી શકે છે
  • ડિજિટલ પેમેન્ટ પર રૂ. 1500 કરોડનું ઇન્સેન્ટિવ
  • એપીએમસીને વિકસિત કરવા માટે રૂ. એગ્રી ઇન્ફ્રા ફંડની જાહેરાત. આ વર્ષે રૂ. 75,000 કરોડની વધુ રકમના ઘઉંની ખરીદી, જ્યારે યુપીએ સરકાર વખતે છેલ્લા વર્ષમાં રૂ. 32,000 કરોડની ખરીદી થઈ હતી
  • સરકારી બસ ટ્રાન્સપોર્ટેશન માટે રૂ. 18,000 કરોડની ફાળવણી
  • સસ્તા ઘરની ખરીદી માટે હોમ લોનના વ્યાજ પર અપાયેલી 1.5 લાખ રૂપિયાની કરમુક્તિ વધુ એક વર્ષ માટે લંબાવાઈ, અર્થાત્ આ કરમુક્તિ હવે 31 માર્ચ, 2022 સુધીની રહેશે. 
  • સસ્તાં ઘરો માટેની ટૅક્સ હોલિડે સ્કીમ પણ એક વર્ષ માટે લંબાવાઈ.
  • ફોરેન રિટાયરમેન્ટ ફંડ્સ પર બિનરહીશ ભારતીયોને લાગુ પડતું ડબલ ટૅક્સેસન રદ કરવા માટે સરકાર નિયમો જાહેર કરશે. 
  • જો માલિકો નોકરિયાતોના પ્રોવિડન્ટ ફંડમાં પોતાનું ભંડોળ સરકારમાં મોડેથી જમા કરાવશે તો તેમને તેનું ડિડક્શન નહીં મળે. 
  • આવક વેરાના રિટર્નમાં હવે કૅપિટલ ગેઇન્સ અને બૅન્કો, પોસ્ટ ઑફિસ, વગેરેમાંથી મળતા વ્યાજની રકમ પણ પહેલેથી ભરાઈને આવશે.
  • ટૅક્સ ઑડિટ માટેની મર્યાદા 5 કરોડથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી.
  • સરકાર વર્તમાન નાણાકીય વર્ષના ખર્ચની જરૂરિયાત પૂરી કરવા માટે વર્ષના બાકી રહેલા સમયમાં 80,000 કરોડ રૂપિયાનું કરજ લેશે, અર્થાત્ સરકાર આ રકમના બોન્ડ જાહેર કરશે અથવા એવી બીજી કોઈ યોજના જાહેર કરશે.
  • સ્ટાર્ટ અપ માટેનો ટૅક્સ હોલિડે પણ એક વર્ષ માટે લંબાવાયો.
  • સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી
  • ઓટો પાર્ટસ પરની કસ્ટમ ડ્યૂટી 15 ટકા સુધી વધારાઈ
  • વ્યક્તિગત કરવેરા બાબતે કોઈ પણ ફેરફાર જાહેર નહીં કરીને નાણાપ્રધાને નોકરિયાતોને નિરાશ કર્યા
  • સેન્સેક્સ 1,700 પોઇન્ટ વધ્યો. નવા કરવેરા નહીં આવતાં કૉર્પોરેટ ક્ષેત્રને રાહતની લાગણીને પગલે શેરબજારમાં ઉછાળો. જોકે, બજેટની જોગવાઈઓ વિશે પ્રતિક્રિયાઓ આવતાં ફેરફાર થતો રહેવાની ધારણા.