નાંદેડમાં ITના દરોડાઃ રૂ. 170 કરોડની બિનહિસાબી સંપત્તિ જપ્ત

નાંદેડઃ મહારાષ્ટ્રના નાંદેડમાં ઇન્કમ ટેક્સ વિભાગની ટીમે ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ કોઓપરેટિવ બેન્ક પર દરોડા પાડ્યા હતા. એ દરમ્યાન કરોડો રૂપિયાનું બિનહિસાબી સંપત્તિ મળી છે. IT વિભાગે એ જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં રૂ. 170 કરોડ બિનહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

ITની ટીમે આ દરોડામાં રૂ. આઠ કિલો સોનું, રૂ. 14 કરોડ રોકડ સહિત કુલ રૂ. 170 કરોડની સંપત્તિ જપ્ત થઈ છે. નાંદેડની ભંડારી ફેમિલીના વિનય ભંડારી, આશિષ ભંડારી, સંતોશ ભંડારી, મહાવીર ભંડારી અને પદ્મ ભંડારીનો ફાઇનાન્સનો બિઝનેસ છે.અહીંથી ITની ટેક્સચોરીની ફરિયાદ મળી હતી, જે પછી IT વિભાગે ભંડારી ફાઇનાન્સનાં સ્થાનો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ITની પુણે, નાસિક, નાગપુર, પરભણી, છત્રપતિ સંભાજીનગર અને નાંદેડના અધિકારીઓએ 25થી વધુ ગાડીઓની સાથે સંયુક્ત દરોડા પાડ્યા હતા.

IT વિભાગે 10 મેએ નાંદેડમાં ભંડારી ફાઇનાન્સ અને આદિનાથ કોઓપરેટિવ બેન્ક પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમ્યાન 100થી વધુ અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા હતા. ITની ટીમે નાંદેડ સ્થિત અલી ભાઈ ટાવરમાં ભંડારી ફાઇનાન્સ લિ.ની ઓફિસ અને આદિનાથ અર્બન મલ્ટિસ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક પર સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. આ સિવાય પણ અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

નાંદેડમાં IT અધિકારીઓએ એકસાથે મોટા પાયે દરોડા પાડ્યા હતા. ITની ટીમે હજી આ કેસની તપાસ કરી રહી છે.