15મા સ્થાપનાદિને ઈન્ડીગોએ જાહેર કર્યા વિશેષ ભાડાં

મુંબઈઃ દેશની અગ્રગણ્ય એરલાઈન ઈન્ડીગોએ તેની વિમાનપ્રવાસ કામગીરીઓ શરૂ કર્યાને આજે 15 વર્ષ પૂરા થયા છે. આજના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે તેણે ત્રણ-દિવસ માટે સ્પેશિયલ ટિકિટભાડાંની જાહેરાત કરી છે. એમાં તેના રાષ્ટ્રીય સ્તરના તેમજ આંતરરાષ્ટ્રીય રૂટ પર રૂ. 915ની રકમથી શરૂ થાય એવા વિમાનપ્રવાસ ભાડાંનો સમાવેશ થાય છે.

આ ઓફર 4થી 6 ઓગસ્ટ, 2021 સુધી લાઈવ રહેશે અને તે 1 સપ્ટેમ્બર, 2021 અને 26 માર્ચ, 2022 વચ્ચેના સમયગાળા સુધી પ્રવાસ માટે લાગુ રહેશે. આ ઉપરાંત તેણે ‘6E’ એડ-ઓન્સ પણ જાહેર કર્યા છે જેમાં ફાસ્ટ ફોરવર્ડ, 6E ફ્લેક્સ, 6E બેગપોર્ટ જેવા એડ-ઓનનો સમાવેશ થાય છે. આ એડ-ઓન્સ રૂ. 315ના દરે ઓફર કરાયા છે જ્યારે ‘કાર રેન્ટલ’ સેવા રૂ. 315ની કિંમતથી શરૂ થશે.