ભારતીય અર્થતંત્ર ટૂંક સમયમાં વેગ પકડશેઃ મૂડીઝ

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં અગાઉના ત્રિમાસિક ગાળાઓ કરતાં થોડી સુસ્તી જોવા મળી હતી. ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતની આર્થિક વૃદ્ધિદર ત્રણ ત્રિમાસિકમાં સૌથી ઓછો રહ્યો છે, પણ ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ એનાલિટિક્સ દ્વારા સારા સંકેત આપવામાં આવ્યા છે.

મૂડીઝનું કહેવું છે કે ભારતનો GDP ગ્રોથ રેટ નરમી થોડા સમય માટે જ છે અને અર્થતંત્ર જલદી ઝડપથી ગતિ કરશે. સરકાર દ્વારા હાલમાં ડેટા મુજબ નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 4.4 ટકાનો આર્થિક વૃદ્ધિદર રહ્યો હતો. ત્રીજા ત્રિમાસિક ગાળામાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 1.1 ટકા સંકોચન જોવા મળ્યું હતું.

એજન્સીએ કહ્યું હતું કે બજારોના આઉટલૂક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ઘરેલુ અર્થતંત્રનો ગ્રોથ રેટ એન્જિનની જેમ કામ કરી રહ્યો છે અને એમાં સુધારાની ગુંજાશ છે. એજન્સીએ જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાં વર્ષમાં સાત ટકાના દરથી વૃદ્ધિદરે વિકાસ કરી શકે છે. જાન્યુઆરીથી માર્ચ 2023માં અર્થતંત્રનો ગ્રોથ રેટ પાંચ ટકાની આસપાસ રહેવાની વકી છે, તો નાણાં વર્ષના વિકાસદરનો અંદાજ સાચો સાબિત થાય.

મૂડીઝે વધુમાં કહ્યું હતું કે ગયા વર્ષના અંતમાં આવેલી આર્થિક સુસ્તી અસ્થાયી હશે અને એને માગ સંબંધિત કુછ દબાણોને ઓછા કરવામાં મદદ મળશે. બહારના મોરચે અમેરિકામાં સારા ગ્રોથ અને યુરોપની રિકવરીથી ભારતને વર્ષના મધ્યમાં ઝડપી રિકવરીના સંકેત મળ્યા છે. એજન્સીએ કહ્યું હતું કે ભારતે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં મૂડી ખર્ચમાં ફાળવણીમાં વધારો કર્યો છે અને એને રૂ. રૂ. 10 લાખ કરોડ કર્યો છે, જે એક શુભ સંકેત છે.