મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સ મંગળવારે 102 પોઇન્ટ વધ્યો હતો. એના ઘટકોમાંથી લાઇટકોઇન, ઈથેરિયમ, ટ્રોન અને ચેઇનલિંક એકથી ત્રણ ટકાની રેન્જમાં વધ્યા હતા. ઘટેલા કોઇનમાં ડોઝકોઇન, શિબા ઇનુ અને કાર્ડાનો એકથી પાંચ ટકા સાથે મુખ્ય હતા. માર્કેટનું કેપિટલાઇઝેશન 810 અબજ ડોલર થયું છે.
દરમિયાન, કાર્ડ કંપની વિઝાએ નોંધપાત્ર પહેલ કરી છે. એણે એવો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેના હેઠળ ક્રીપ્ટોકરન્સીના યુઝર્સ પોતાના સેલ્ફ કસ્ટોડિયલ ક્રીપ્ટો વોલેટ્સ મારફતે કોઈ પણ થર્ડ પાર્ટીની સામેલગીરી વગર પોતાનાં બિલ ઓટોમેટિકલી ચૂકવી શકશે.
બીજી બાજુ, ચીનમાં મેટાવર્સના પ્રોજેક્ટ્સ ધૂમ ચાલી રહ્યા છે. ત્યાં અનેક કંપનીઓએ આ ક્ષેત્રે રસ દાખવ્યો છે. અહીં મેટાવર્સ ઉદ્યોગે 780 મિલ્યન ડોલર ઊભા કર્યા છે. વર્ષ 2030 સુધીમાં આ ભંડોળનું પ્રમાણ વધીને 5.8 ટ્રિલ્યન ડોલર થવાની ધારણા છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.42 ટકા (102 પોઇન્ટ) વધીને 24,344 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,243 ખૂલીને 24,458ની ઉપલી અને 23,444 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.