મુંબઈઃ અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કરવામાં નહીં આવે એવો સંકેત આપ્યો એને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. બિટકોઇન ઈટીએફને મંજૂરી મળવાની આશાએ પણ આ વૃદ્ધિમાં ફાળો આપ્યો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.87 ટકા (1,727 પોઇન્ટ) વધીને 37,189 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,462 ખૂલ્યા બાદ 37,413ની ઉપલી અને 35,450ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. સોલાના 12.75 ટકા સાથે ટોચનો વધેલો કોઇન હતો. બાકીના કોઇનમાંથી એક્સઆરપી, પોલીગોન, યુનિસ્વોપ અને બિટકોઇનમાં 5થી 8 ટકા વૃદ્ધિ થઈ હતી.
દરમિયાન, યુનાઇટેડ આરબ એમિરેટ્સે નવું આરએકે ડિજિટલ એસેટ ઓએસિસ શરૂ કર્યું છે. આ વિસ્તાર ફ્રી ઈકોનોમિક ઝોન છે, જેમાં ડિજિટલ એસેટ્સ, વેબ3, બ્લોકચેઇન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસ માટે કાર્ય કરવામાં આવશે. ભારતમાં કર્ણાટક સરકાર ભારત વેબ3 ફાઉન્ડેશનની મદદથી બ્લોકચેઇન અને વેબ3 જેવી ટેક્નોલોજીના વિકાસ માટે રેગ્યુલેટરી સેન્ડબોક્સ વિકસાવવાની છે.