મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં કેપિટલાઇઝેશન ફરીથી એક ટ્રિલિયન ડોલરનો આંક વટાવી ગયું છે. બિટકોઇન સપ્ટેમ્બર બાદ પહેલી વાર 22,000 ડોલરની ઉપર પહોંચ્યો છે. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – IC15ના ઘટકોમાંથી ડોઝકોઇન, અવાલંશ, એક્સઆરપી અને ચેઇલિંક ત્રણથી પાંચ ટકા વધ્યા હતા. સોલાના અને કાર્ડાનો ઘટ્યા હતા.
દરમિયાન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકે બિઝનેસ માટે સાનુકૂળ વાતાવરણ રચવા માટે ક્રિપ્ટોકરન્સી સંબંધે નિયમનકારી માળખું રચવા માટે પંદર સભ્યોની સમિતિની રચના કરી છે. બીજી બાજુ, સ્વૈચ્છિક સંસ્થા સ્ટેલર ડેવલપમેન્ટ ફાઉન્ડેશનને અમેરિકાના કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશનની સલાહકારી સમિતિમાં સભ્યપદ આપવામાં આવ્યું છે.
અગાઉ, 3.0 વર્ષે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.68 ટકા (222 પોઇન્ટ) વધીને 32,889 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 32,667 ખૂલીને 33,085ની ઉપલી અને 32,042 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
