મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે એવી શક્યતા દેખાતાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘસારો વધ્યો છે. માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ ગુરુવારે 136 પોઇન્ટ ઘટ્યો હતો. એના મુખ્ય ઘટેલા કોઇન કાર્ડાનો, પોલકાડોટ, ટ્રોન અને ચેઇનલિંક હતા. લાઇટકોઇન, પોલીગોન, અવાલાંશ અને ડોઝકોઇનમાં વધારો નોંધાયો હતો.
દરમિયાન, યુરોપિયન યુનિયનના નાણાપ્રધાનોએ આપેલી મંજૂરીને પગલે માર્કેટ્સ ઇન ક્રીપ્ટો એસેટ્સ રેગ્યુલેશન નામનો કાયદો ઘડાયો છે. યુનાઇટેડ આરબ અમીરાત્સની કેન્દ્રીય બેન્કે એન્ટિ મની લોન્ડરિંગ અને આતંકવાદવિરોધી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેનું વર્ચ્યુઅલ એસેટ્સમાં કામ કરનારી તમામ પરવાનાધારક નાણાકીય સંસ્થાઓએ પાલન કરવાનું રહેશે. આ સંસ્થાઓએ તમામ ક્લાયન્ટ્સની ઓળખની ચકાસણી કરવાની રહેશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.36 ટકા (136 પોઇન્ટ) ઘટીને 37,460 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,596 ખૂલીને 37,824ની ઉપલી અને 37,219 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.